રાજ્યમાં વધશે ઠંડીનું જોર, ગગડી જશે તાપમાન, હવામાન અને અંબાબાલે કરી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરામાં સૌથી વધુ ઠંડી જોવા મળી છે. તમે પણ જાણો રાજ્યમાં આગામી સાત દિવસ શું છે હવામાનની આગાહી.....
રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે કહ્યું કે તાપમાનમાં બે-ત્રણ દિવસ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. કેટલાક વિસ્તારોમાં એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં ઉત્તરના પવનોની અસર હહી શકે છે. જેથી તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યુ કે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમણે કહ્યું કે વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. એટલે કે રાજ્યમાં વડોદરામાં સૌથી વધુ ઠંડી પડી છે.
અમદાવાદમાં તાપમાન 16.1 ડિગ્રી તો ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડી વધવાની છે. કેટલાક વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
Trending Photos