નવી દિલ્હીઃ આઈપીઓ પર દાવ લગાવતા ઈન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. એસેન્ટ માઇક્રોસેલ લિમિટેડ (Accent Mircocell Limited IPO) આ સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકે છે. કંપનીએ આઈપીઓ માટે 133 રૂપિયાથી 140 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. જાણો વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે લોટ સાઇઝ 
Accent Mircocell Limited IPO ની લોટ સાઇઝ 1000 શેરની છે. જેના કારણે એક ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 140,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. એક રિટેલ ઈન્વેસ્ટર એક લોટ પર દાવ લગાવી શકે છે. દાવ લગાવનાર ઈન્વેસ્ટરોના ડીમેટ ખાતામાં શેર 13 ડિસેમ્બર 2023ના એલોટ કરી શકાય છે. 


આ પણ વાંચોઃ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, કિંમત અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી


જીએમપીએ મચાવી ધૂમ
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં આઈપીઓ આજે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે કંપનીનું લિસ્ટિંગ શેર બજારમાં 214 રૂપિયા પર થઈ શકે છે. ઈન્વેસ્ટરને પ્રથમ દિવસે 71 ટકાથી વધુનો ફાયદો Accent Mircocell Limited IPO આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube