Gold Price Today: સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, કિંમત અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી

Gold Rate Today: વૈશ્વિક કારણોને લીધે સોનું એકવાર ફરી ઓલ ટાઈમ હાઈ વટાવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ 2042 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. 

Gold Price Today: સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, કિંમત અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. આ કારણે સોનાના ભાવ અત્યાર સુધીના પોતાની હાઈ સપાટીએ પહોંચી ગયા છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હી સોની બજારમાં શુક્રવારે 24 કેરેટ ગોલ્ડની કિંમત 100 રૂપિયાની તેજીની સાથે 63300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આ પહેલા 24 કેરેટ સોનાની કિંમત 63200 રૂપિયા હતી. તો ચાંદીની કિંમતમાં પણ 500 રૂપિયાની તેજી જોવા મળી છે અને તે 79700 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. 

વૈશ્વિક સ્તર પર તેજી યથાવત
સોનાની કિંમતોમાં તેજીનું કારણ વૈશ્વિક સ્તર પર ગોલ્ડમાં જબરદસ્ત ખરીદી થવાનું છે, જેના કારણે ભાવ સતત બાઈ લેવલની નજીક યથાવત છે. આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં સ્પોટ પર સોનાનો ભાવ 2042 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. તે પાછલા કારોબારી સત્રથી આશરે 2 ડોલર વધુ છે. તો ચાંદીની કિંમત પણ 25.30 ડોલર પ્રતિ ઔંસની નજીક છે.

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં તેજીનું કારણ
વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં તેજીનું કારણ ડોલર ઈન્ડેક્સનું નબળું પડવું છે. તે ઘટી 103ની નજીક આવી ગયો છે અને શુક્રવારના સત્રમાં આશરે 0.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં મોંઘવારી દર ઘટડાને કારણે ફેડ પણ વ્યાજદરમાં ઘટાડાનો સંકેત આપી ચૂક્યો છે. જો બધુ બરાબર રહ્યું તો બીજા છમાસિકમાં અમેરિકામાં વ્યાજદર ઘટી શકે છે. નાણાકીય નીતિમાં ઢીલ આપશે. તેનાથી સોનાની કિંમતોને સમર્થન મળતું રહેશે. 

દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ
અમદાવાદ - રૂ. 63,810 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
જયપુર - રૂ. 63,910 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
કોલકાતા- રૂ. 63,760 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
બેંગલુરુ- રૂ 63,760 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
ચંદીગઢ - રૂ 63,910 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
સુરત - રૂ. 63,810 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
મેંગલુરુ - રૂ. 63,760 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)
નાસિક - રૂ. 63,790 (24 કેરેટ પ્રતિ 10 ગ્રામ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news