નવી દિલ્હીઃ Adani Group Share : ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડા બાદ મંગળવારે રિકવરી જોવા મળી હતી. આજે બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ શેરબજારમાં અદાણી ગ્રુપના શેર 1500 રૂપિયા પ્રતિ શેરથી વધુના ભાવે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અદાણી ગ્રૂપના શેર એટલા ઝડપથી વધ્યા કે અદાણીએ એક જ દિવસમાં લગભગ રૂ. 3,30,32,32,00,000ની કમાણી કરી. જ્યારે એલન મસ્ક પણ એક દિવસમાં આટલા પૈસા કમાઈ શક્યા નથી. અદાણી ગ્રૂપની આ સ્થિતિ જોઈને લાગે છે કે હવે અદાણી ગ્રૂપ ધીમે ધીમે હિંડનબર્ગની સુનામીમાંથી બહાર આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક નેગેટિવ રિપોર્ટ જાહેર કર્યો હતો, ત્યારબાદ શેર બજારમાં હલચલ જોવા મળી હતી. અદાણી ગ્રુપની કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના શેર 80થી 85 ટકા તૂટી ગયા હતા. અદાણીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં 140 અબજ ડોલરનું નુકસાન થયું હતું. પરંતુ હવે અદાણી ગ્રુપના શેરમાં તેજી આવવાની શરૂ થઈ ગઈ છે. હિંડનબર્ગની સુનામીમાં ડૂબેલા અદાણી ફરીથી આગળ વધી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકારે આપી DA વધારાની ભેટ, જાણો કેટલો વધ્યો?


સતત બીજા દિવસે, અદાણીએ શાનદાર વાપસી કરી છે અને અમીરોની યાદીમાં ઉંચી છલાંગ લગાવી છે. અદાણીએ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટમાં મોટો ફેરફાર કર્યો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સની યાદીમાં સતત નીચે આવતા ગૌતમ અદાણી આજે ટોપ ગેઈનર બની ગયા છે. બપોરે 1 વાગ્યાની આસપાસ આ યાદીમાં ગૌતમ અદાણી ટોચના સ્થાને હતા. આ યાદીમાં જ્યાં અદાણી ટોપ પર રહ્યાં છે, ત્યાં વિશ્વના બીજા સૌથી અમીર, ટેસ્લા, ટ્વિટરના માલિક એલોન મસ્ક ટોપ લૂઝર્સમાં બીજા સ્થાને છે.


બીજા નંબરે પહોંચી ગયા એલન મસ્ક
તે જ સમયે, વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ આજે ટોપ લૂઝર છે. તેણે થોડા જ કલાકોમાં 1.5 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી દીધી. જોકે તે અમીરોની યાદીમાં ટોચ પર છે. બીજી બાજુ, એલોન મસ્ક આજે 1.2 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે અને ગુમાવવાની પ્રક્રિયા ચાલુ છે. ઈલોન મસ્ક આજે 196 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં નંબર 2 પર પહોંચી ગયા છે.


આ પણ વાંચોઃ 1st March, 2023: આજથી આ નિયમોમાં થયો ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર


77.4 અબજ ડોલર પર પહોંચી ગઈ અદાણીની સંપત્તિ
નોંધપાત્ર વાત એ છે કે, શેરબજારમાં અદાણીના શેરમાં થયેલા વધારાને કારણે અદાણીની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં લિસ્ટેડ અદાણીના 10 થી 10 શેર્સમાં જબરદસ્ત તેજી ફરી છે. જેના કારણે ગૌતમ અદાણીએ એક દિવસમાં લગભગ 3,30,32,32,00,000 રૂપિયાની કમાણી કરી અને સાબિત કર્યું કે તેઓ કોઈથી ઓછા નથી. આટલું જ નહીં સંપત્તિમાં વધારા સાથે ગૌતમ અદાણીએ ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સમાં ઉંચી છલાંગ લગાવી છે. બે દિવસ પહેલા આ લિસ્ટમાં બે 39મા નંબરે પહોંચ્યા હતા. તેમની સંપત્તિ ઘટીને $30 બિલિયનની નજીક આવી ગઈ હતી. હવે તે વધીને $77.4 બિલિયન થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube