Adani Group News: 8 દિવસ પછી જ્યારે 9માં દિવસે શેરબજાર ખુલ્યું ત્યારે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરની શરૂઆત બહુ સારી નતી, પરંતુ બજાર ખૂલ્યાની 105મી મિનિટે કંપનીના શેર 25ટકાની ઝડપ સાથે વધ્યા હતા. આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝની કંપનીને લગભગ 45 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. હાલમાં કંપનીનો શેર લગભગ 15 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 25 ટકાનો વધારો 
ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર માટે મંગળવાર ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. કંપનીનો સ્ટોક 25 ટકાની ઝડપે ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે 24 જાન્યુઆરીથી સોમવાર સુધી કંપનીના શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આજના ડેટાની વાત કરીએ તો, કંપનીનો શેર આજે સવારે 9.15 વાગ્યે નજીવા ઘટાડા સાથે રૂ. 1568.05 પર ખૂલ્યો હતો અને 105 મિનિટના ટ્રેડિંગ પછી તે 25 ટકા વધીને રૂ. 1965.50 પર પહોંચ્યો હતો. હાલમાં, એટલે કે બપોરે 12:05 વાગ્યે, કંપનીનો શેર 15 ટકાના વધારા સાથે રૂ. 1,803 પર ટ્રેડ થઈ રહ્યો છે.


આ પણ વાંચો :
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 માસની સજા, મારામારી કેસમાં કોર્ટે સજા સંભળાવી
નહિ જોયો હોય આવો ભુવો! ગોળો લેવા જતાં ગોફણ ગુમાવી, રૂપિયા તો ન આપ્યા વધારાના લઈ ગયો


105 મિનિટમાં 45 હજાર કરોડનો ફાયદો
જો કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો થોડી જ મિનિટોમાં કંપનીને 45,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. માહિતી અનુસાર, એક દિવસ પહેલા કંપનીનો શેર રૂ. 1572.40 પર બંધ થયો હતો અને માર્કેટ કેપ રૂ. 1,79,548.69 કરોડ હતી. કંપનીનો શેર આજે રૂ. 1965.50 કરોડે પહોંચ્યો ત્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,24,435.86 કરોડ થયું હતું. મતલબ કે સવારે 11 વાગ્યે કંપનીનું માર્કેટ કેપ 44,887.17 કરોડ રૂપિયા થઈ ગયું છે.


કેમ કંપનીના શેરમાં આવી તેજી?
ગૌતમ અદાણી દ્વારા લોનની પૂર્વ ચુકવણી અને અદાણી ટ્રાન્સમિશન કંપનીના ત્રિમાસિક પરિણામોમાં નફાના સમાચાર પછી, અદાણી એન્ટરપ્રાઇઝિસની સાથે, અદાણીના અન્ય શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાની અપર સર્કિટ છે. 


આ પણ વાંચો :


શ્વાસ છોડ્યા પહેલા માતાએ બાળકને જન્મ આપ્યો, તુર્કીના ભૂકંપ વચ્ચે માસૂમની કહાની


આ ખતરનાક એપ્સને ફોનમાંથી તુંરત જ કરો ડીલીટ, સરકારે લગાવ્યો બેન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube