નહિ જોયો હોય આવો ભુવો! ગોળો લેવા જતાં ગોફણ પણ ગુમાવી, ભૂવો ભોળવી ગયો... રૂપિયા તો ન આપ્યા પણ વધારાના ય લઈ ગયો..
Gandhinagar Tantrik Vidhi Video Viral : ગાંધીનગરમાં ભૂવાએ પશુપાલકને ફસાવ્યો અંધશ્રદ્ધાની જાળમાં..... ભેંસ ખરીદીને ન આપ્યા પૈસા.... પશુપાલક પાસેથી પૈસા અને સોનાના પગરખા પડાવી થયો ફરાર....
Trending Photos
Gandhinagar Tantrik Vidhi Video Viral હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરના ભૂવાનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં એક પશુપાલકે ભૂવાને ભેંચ વેચી હતી. જો કે, ભૂવાએ ભેંસના પૈસા ન આપ્યા, એ તો સજ્યા પરંતુ ભેંસના પૈસાની તકરારમાં એક ભૂવાએ સમગ્ર પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી દીધો. ભૂવાએ તાંત્રિક વિધિ કરીને 62 હજાર રોકડા તેમજ સોનાનાં પગરખાં લઈને છેતરપિંડી આચરી હતી. બાદમાં ભૂવાએ પશુપાલકના ઘરે જઈને કરેલી તાંત્રિક વિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર પશુપાલનનો વ્યવસાય કરતા એક ભાઈએ તેમની ભેંસ અન્ય ગામના ભુવાને 60 હજારમાં વેચી હતી. જોકે, ભૂવો ભેંસના પૈસા આપતો ન હોવાથી ભેંસ વેચનાર ભાઈએ પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભૂવાએ કહ્યું કે, તમારે ત્યાંથી લીધેલી ભેંસ મરી ગઇ છે. જો કે, આ ઉપરાંત ભેંસના પૈસા માટે પરિવારને ફોન ઉપર ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ કર્યા હતા. બાદમાં ભૂવાને ફોન કરીને વાતનો અંત લાવવા સમજાવાયા હતા. પરંતુ ભૂવાએ "મારી માતા પાછી વાળવી હોય તો તમારે દંડ આપવો પડશે" અને દંડના સ્વરૂપમાં 51 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાનું જૂતું આપવું પડશે. તો જ મારી માતા પાછી લઈ જઈશ તેવી વાત કરી હતી. જો તમે મારી આ શરતો નહીં માનો તો પરિવારમાં કોઈપણ એક વ્યક્તિનો જીવ જશે તેવી બીક બતાવી હતી. ભૂવાની આ વાત સાંભળી પરિવાર અંધશ્રદ્ધાના નામે ડરી ગયો હતો અને ભૂવાને પૈસા આપવા તૈયાર થયો.
નહીં જોયો હોય આવો વીડિયો! ગોળો લેવા જતાં ગોફણ પણ ગુમાવી, ભૂવો ભોળવી ગયો... રૂપિયા તો ન આપ્યા પણ વધારાના ય લઈ ગયો..#Shorts #Reels #Gujarat #Viral #Trending pic.twitter.com/6ZRPPLEwlq
— Zee 24 Kalak (@Zee24Kalak) February 7, 2023
આ પણ વાંચો :
આખો પરિવાર અંધશ્રદ્ધામાં ડૂબી જતા એક મહિના પછી ભૂવો આ પરિવારના ગામે આવ્યો હતો અને ત્યાં બળજબરીપૂર્વક ઘરમાં બેસીને તાંત્રિક વિધિના નામે 62 હજાર રોકડા સેરવી લીધા હતા. માતા પાછા વાળવાના 51 હજાર અને સોનાના જૂતા પેટે 11 હજાર આપ્યા બાદ પણ અંધશ્રદ્ધાના પ્રયોગો કરીને ભૂવાએ પરિવારને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં ભૂવાએ ઘરમાં કરેલી સમગ્ર તાંત્રિક વિધિનો વીડિયો સામે આવ્યો છે.
તાંત્રિક વિધિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પરિવાર રોષે ભરાયો હતો. વીડિયો કેમ વાઇરલ કર્યો તેમ કહી આખા પરિવારે ભૂવાને આડે હાથ લીધો હતો. અંધશ્રદ્ધાના નામે ભય ફેલાવતો આ ભૂવા વિરુદ્ધ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. હાલ પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે