Adani Group: અદાણી ગ્રુપને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 1.03 લાખ કરોડ રૂપિયા
અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં સોમવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેના કારણે તેમનું કુલ માર્કેટ કેપ 10 ટકાથી વધુ એટલે કે 10.03 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ની આગેવાનીવાળા અદાણી ગ્રુપ (Adani Group) ની કંપનીઓના શેરમાં આજે મોટો ઘટાડો થયો છે. જેની સાથે તેમના માર્કેટ કેપમાં 1.03 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (National Securities Depository Ltd) એ ત્રણ વિદેશી ફંડ્સ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના એકાઉન્ટને ફ્રીઝ કર્યા છે. અદાણી ગ્રુપની 4 કંપનીઓના 43500 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના શેર છે.
સાથે માનવામાં આવી રહ્યું છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરની price manipulation ની પણ તપાસ કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શેરોમાં 200થી 1000 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. મામલાના એક જાણકારે કહ્યું કે, સેબીએ 2020માં આ મામલાની તપાસ શરૂ કરી હતી જે હજુ ચાલી રહી છે. આ ખુલાસાને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે. આ કારણે તેમના કુલ માર્કેટ કેપમાં 10 ટકાથી વધુ એટલે કે 1.03 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
ક્યા શેરમાં કેટલો ઘટાડો
અદાણી એન્ટરપ્રાઇઝના શેર બજાર ખુલતાની સાથે 10 ટકાના ઘટાડાની સાથે લોઅર સર્કિટ પર પહોંચી ગયા. થોડા સમય બાદ શેરમાં કારોબાર શરૂ થયો, પરંતુ ફરી 5 ટકાનો ઘટાડો થયો અને બીજીવાર લોઅર સર્કિટ લાગી. અદાણી ગ્રીનના શેર પણ બજાર ખુલતાની સાથે પાંચ ટકા ઘટ્યા અને તેમાં લોઅર સર્કિટ લાગી. અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના શેર પણ લોઅર સર્કિટથી બચી શક્યા નહીં. અદાણી પોર્ટ્સના શેરોમાં 17 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ ડ્રાઈવિંગ લાયસન્સ માટે 1 જુલાઈથી નવા નિયમ, હવે ટેસ્ટ આપ્યા વગર જ મળી જશે લાયસન્સ!
એનાલિસ્ટ્સે આપી દૂર રહેવાની સલાહ
વિશ્લેષકોએ રોકાણકારોને હાલ અદાણી ગ્રુપના શેરોથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે હવે તેમાં જોખમ વધુ છે. તેમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેમનું કહેવું છે કે આજથી અદાણી ગ્રુપની 4 કંપનીઓના શેર T2T (ટ્રેડ ટુ ટ્રેડ) માં શિફ્ટ થઈ ગયા છે. તેનો અર્થ છે કે આ શેરોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગની મંજૂરી હશે નહીં. જેથી રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે.
છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં 669 ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં 349 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં 972 ટકા અને અદાણી ગ્રીનના શેરોમાં 254 ટકાની તેજી આવી છે. આ રીતે અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરોના શેરમાં ક્રમશઃ 147 ટકા અને 295 ટકાનો ઉછાળો આવ્યો છે. શુક્રવારે અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયા હતું. જેની મદદથી અદાણી એશિયાના બીજા સૌથી મોટા ધનવાન બની ગયા હતા. અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટર ગ્રુપની 74.92 ટકા, અદાણી એન્ટરપ્રાઇધમાં 74.92 ટકા, અદાણી ટોટલ ગેસમાં 74.80 ટકા અને અદાણી ગ્રીનમાં 56.29 ટકાની ભાગીદારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube