અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ હવે ઓનલાઇન ટ્રેન ટિકિટનું વેચાણ કરવાની તૈયારીમાં છે. હકીકતમાં અદાણી એન્ટરપ્રાઇઝે ભારતીય શેર બજારને માહિતી આપી છે કે તેણે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેન (Trainman) માં 100 ટકા ભાગીદારીના અધિગ્રહણ માટે એક શેર ખરીદ સમજુતી પર હસ્તાક્ષર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રુપના આ પગલાથી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કારોબારમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC) ના એકાધિકારને પડકાર આપશે. નોંધીય છે કે ટ્રેનમેન એક ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ છે. તો અદાણી એન્ટરપ્રાઇઝ આ કંપનીનું અધિગ્રહણ અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરશે.


આ પણ વાંચોઃ સરકારની આ યોજનામાં બનાવી શકો છો 42 લાખનું ફંડ, મહિને કરવું પડશે પાંચ હજારનું રોકાણ


અદાણી એન્ટરપ્રાઇઝે આપી જાણકારી
ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે આ ડીલ વિશે શુક્રવારે જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (Stark Enterprises Pvt Ltd) ની 100 ટકા ઇક્વિટીનું અધિગ્રહણ કરશે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. આ ડીલથી ટ્રેનમેન (Trainman) પ્લેટફોર્મ અદાણી ગ્રુપનો ભાગ બની જશે. 


ઘણી કંપનીને મળશે ટક્કર
અદાણી એન્ટરપ્રાઇઝે હજુ તે જણાવ્યું નથી કે આ ડીલની વેલ્યૂ શું હશે કે તે ટ્રેડમેનને કેટલામાં ખરીદવાનું છે, તે પણ માહિતી સામે આવી નથી. તે નક્કી છે કે આ ડીલથી ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ કંપનીઓને મોટી ટક્કર મળવાની છે. ઓનલાઈન ટિકિટ બુકિંગના મામલામાં આઈઆરસીટીસીનો દબદબો છે. ટ્રેડમેન સહિત ઘણા અન્ય પ્લેટફોર્મ પ્લેયર્સ આઈઆરસીસીટીથી ઓથોરાઇઝેશન લઈને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube