સરકારની આ યોજનામાં બનાવી શકો છો 42 લાખનું ફંડ, મહિને કરવું પડશે 5,000 રૂપિયાનું રોકાણ
PPF Scheme: કેન્દ્ર સરકારની પીપીએફ યોજનાને લઈને લોકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સરકારની એવી યોજના છે, જેમાં રોકાણકારોને લાખો રૂપિયાનું ફંડ એક સાથે મળી જાય છે. આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે પીપીએફ સ્કીમમાં રોકાણ કરીને 42 લાખ મેળવી શકો છો.
Trending Photos
PPF Scheme: કેન્દ્ર સરકારની પીપીએફ યોજનાને લઈને લોકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સરકારની એક એવી યોજના છે, જેમાં રોકાણકારોને લાખો રૂપિયાનું ફંડ એક સાથે મળે છે. આજે અમે તમને જણાવીશું કે તમે પીપીએફ સ્કીમમાં કઈ રીતે એક સાથે 42 લાખ રૂપિયા મેળવી શકો છો. સૌથી મોટી વાત છે કે તેમાં સરકારી ગેરંટીની સાથે તમારા પૈસા અને તેના પર મળનાર રિટર્ન સુરક્ષિત હોય છે. નોકરી કરતા લોકો અને વેપારીઓ માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સૌથી સારો વિકલ્પ છે.
રોકાણ માટે પીપીએફ છે સૌથી સારો વિકલ્પ
લાંબા સમયમાં રોકાણ માટે પીપીએફ સારૂ રિટર્ન આપતો વિકલ્પ છે. તેમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તેના પૈસા શેર બજારમાં લાગતા નથી અને તમને રોકાણ પર પહેલાથી નક્કી વ્યાજ મળે છે.
કઈ રીતે મળશે 42 લાખ રૂપિયા
જો તમે પીપીએફ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં આ રકમ 60,000 થશે. જો તમે 15 વર્ષ માટે રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમારા પૈસા 16,27,284 રૂપિયા થઈ જશે. જો તમે 5-5 વર્ષની અવધિમાં આગામી 10 વર્ષ માટે તમારી ડિપોઝિટ વધારો છો તો 25 વર્ષ બાદ તમારૂ ફંડ આશરે 42 લાખ એટલે કે 41,57,566 રૂપિયા થઈ જશે. તેમાં તમારૂ યોગદાન 15,12,500 રૂપિયા હશે અને વ્યાજથી તમારી આવક 26,45,066 રૂપિયા થશે.
વધી શકે છે રોકાણનો સમય
સરકારની યોજનામાં તમે રોકાણને 5-5 વર્ષ માટે વધારી શકો છો. તમારી પાસે 15 ર્ષ બાદ રોકાણને જારી રાખવું કે નહીં બંને વિકલ્પ હોય છે.
તમે લોન માટે પણ કરી શકો છો અરજી
પીપીએફ યોજનામાં તમને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. આ યોજનામાં તમે સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. આ યોજનામાં 5 વર્ષ પૂરા થવા પર તમે લોન માટે અરજી પણ કરી શકો છો.
આટલા રૂપિયામાં શરૂ થઈ શકે છે રોકાણ
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકે છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ કે બેન્કમાં ખાતુ ખોલી શકો છો. 1 જાન્યુઆરી 2023થી સરકારે આ યોજનામાં 7.1 ટકા વ્યાજ આપી રહી છે અને પીપીએફ યોજનાની મેચ્યોરિટી 15 વર્ષ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે