નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં બુધવારે મોટો કડાકો થયો છે. સૌથી વધુ 35 ટકા સુધીનો ઘટાડો અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં આવ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં આ ઘટાડો બ્લૂમબર્ગના એક રિપોર્ટ બાદ આવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રેડિટ સુઇસ ગ્રુપ એજીએ પોતાના પ્રાઇવેટ બેન્કિંગ ક્લાયન્સ પાસેથી માર્જિન લોન માટે કોલેટ્રલ તરીકે અદાણી ગ્રુપની કંપનીઓના બોન્ડ્સ લેવાના બંધ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રુપની આ કંપનીઓની નોટ્સને ઝીરો લેન્ડિંગ વેલ્યૂ
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે સ્વિસ લેન્ડર ક્રેડિટ સુઇસ ગ્રુપ એજીના પ્રાઇવેટ બેન્કિંગ એકમે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ તરફથી વેચવામાં આવેલા નોટ્સને ઝીરો લેન્ડિંગ વેલ્યૂ આપી છે. પહેલા ક્રેડિટ સુઇસ ગ્રુપની પ્રાઇવેટ બેન્કિંગ એકમે અદાણી પોર્ટ્સ નોટ્સસ માટે આશરે 75 ટકાની લેન્ડિંગ વેલ્યૂ ઓફર કરી હતી. 


આ પણ વાંચોઃ સિગારેટના શોખિન 'નંદુ' ની ફૂંકણી બની મોંઘી, સિગરેટ ખરીદવામાં આવી જશે આંટા


અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 35 ટકાનો ઘટાડો
ક્રેડિટ સુઇસ ગ્રુપ એજીથી જોડાયેલા સમાચાર સામે આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝના શેર બુધવારે કારોબાર દરમિયાન 34.3 ટકા તૂટ્યા હતા. કારોબારના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર 28.45 ટકાના ઘટાડા સાથે 2128.70 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.  અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર આશરે 20 ટકાના ઘટાડા સાથે 492.15 રૂપિયા પર બંધ થયા હતા. તો અદાણી ટોટલ ગેસના શેર 10 ટકા લોઅર સર્કિટની સાથે 1901.65 રૂપિયા પર બંધ થયા હતા. 


અદાણી પાવર અને અદાણી ગ્રીન એનર્જીમાં પણ ઘટાડો
અદાણી પાવરના શેર બુધવારે 5 ટકાની લોઅર સર્કિટની સાથે 212.75 રૂપિયા પર બંધ થયા. તો અદાણી ગ્રીન એનર્જીના શેર પણ આશરે 6 ટકાના ઘટાડા સાથે 1153.35 પર બંધ થયા હતા. અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી અને કંપનીના શેર 443.60 રૂપિયા પર બંધ થયા છે. એસીસી લિમિટેડના શેર 6 ટકાના ઘટાડા સાથે 1844.40 રૂપિયા પર બંધ થયા હતા. તો અંબુજા સીમેન્ટના શેર આશરે 17 ટકાના ઘટાડા સાથે 334.60 રૂપિયા પર બંધ થયા હતા. 


આ પણ વાંચોઃ તમને 33 હજારનો ફાયદો કરાવી મોદી સરકારે સેટ કરી દીધો લોકસભા ચૂંટણીનો એજન્ડા


અદાણીની નેટવર્થમાં ઘટાડો
શેરમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે અદાણી ટોપ-10 ધનીકોના લિસ્ટમાંથી પણ બહાર થઈ ગયા હતા, તો હવે 15માં સ્થાને ખસી ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલેનિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 13.1 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને હવે તેમની કુલ સંપત્તિ માત્ર 75.1 અબજ ડોલર રહી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube