12 વર્ષ બાદ માર્ગી થશે ગુરૂ બૃહસ્પતિ, વર્ષ 2025માં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, પ્રમોશન, પગાર વધારો અને લગ્નનો બનશે યોગ
Guru Margi 2025: જ્યોતિષ અનુસાર વર્ષ 2025 કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિઓને ધનલાભ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
ગુરૂ માર્ગી
વર્ષ 2024 સમાપ્ત થવાનું છે અને નવા વર્ષની શરૂઆત થવાની છે. જ્યોતિષ પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિની અસર દરેક જાતકો પર પડશે. અત્યારે દેવગુરૂ બૃહસ્પતિ વક્રી થઈને વૃષભ રાશિમાં છે અને ફેબ્રુઆરી 2025માં માર્ગી થશે. જ્યોતિષ અનુસાર બૃહસ્પતિના માર્ગી થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ દરમિયાન જાતકોને લાભ થઈ શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ....
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું લાભદાયક રહેશે. બૃહસ્પતિ તમારી રાશિથી ધન અને વાણી ભાવમાં સીધી ચાલ ચાલશે. આ દરમિયાન તમને અચાનક પૈસા મળી શકે છે. ખાસ કરી જે લોકો લેખન, મીડિયા કે કમ્યુનિકેશન ક્ષેત્રમાં છે, તેના માટે આ સમય શાનદાર રહેશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. જો તમે નોકરી કરી રહ્યાં છો તો તમને પ્રમોશન મળી શકે છે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણની સારી તક મળશે. મહેનતનું ફળ મળશે. ઘર-પરિવારમાં શાંતિ અને ખુશીઓ રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું શુભ રહેશે. બૃહસ્પતિ તમારી રાશિથી લગ્ન ભાવમાં રહેશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ સમયે તમને ઘણા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નવા લોકોને મળવાની તક મળશે. સમાજમાં તમારી ઓળખ વધશે. માન-સન્માન વધશે. પરિણીત લોકોનો સંબંધ મજબૂત થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. જો તમે કુંવારા છો તો નવા સંબંધની શરૂઆત કરી શકો છો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું શુભ રહેશે. ગુરૂ તમારી રાશિથી લાબ સ્થાનમાં હશે, જેનાથી તમારી આવક વધી શકે છે. નવી-નવી રીતે કમામીની તક મળશે. કામમાં તમને પ્રશંસા અને સન્માન મળશે. સીનિયર્સ અને સાથીઓનો સહયોગ મળશે. આ દરમિયાન રોકાણથી ફાયદો થઈ શકે છે. શેર બજાર અને લોટરીમાં ફાયદાનો યોગ બની રહ્યો છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos