Adani Supreme Court Decision: અદાણી હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે SIT ને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે સેબીની તપાસ પર કોઈ પણ પ્રકારની શંકા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી કેસમાં સેબીને તપાસ માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 નવેમ્બરના રોજ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપ દ્વારા શેરોના મૂલ્યમાં હેરાફેરી કરવામાં આવી. આ મામલે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સેબી તપાસ, વિનિયમોનું તે સમર્થન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગત વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર શેરોની કિંમતમાં છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે અદાણી ગ્રુપે આ આરોપો ફગાવ્યા હતા. પરંતુ આ રિપોર્ટના કારણે શેરોમાં ભારે અફરાતફરી જોવા મળી અને ભાવ તળિયે આવી ગયા હતા. કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને આ મામલે તપાસ કરવાનું કહ્યું હતું. સેબીએ ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો અને 28 નવેમ્બરના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube