OCCRP Report: જાન્યુઆરીમાં વર્ષની શરૂઆતમાં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. નોન-પ્રોફિટ મીડિયા સંસ્થા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના રિપોર્ટ અનુસાર, પ્રથમ રોકાણકાર સંયુક્ત આરબ અમીરાતના છે, જેનું નામ નાસેર અલી શબાન અહલી છે. બીજી તરફ, અન્ય રોકાણકાર તાઈવાનનો છે, જેનું નામ ચાંગ ચુંગ-લિંગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર


ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીના અંગત
આ કિસ્સામાં ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને શેલ કંપનીઓ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ (BVI)માં રજિસ્ટર્ડ છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ દ્વારા પેન્ડોરા પેપર્સની તપાસમાં આ વાત સામે આવી છે. ગ્લોબલ જર્નાલિઝમ નેટવર્ક OCCRPના રિપોર્ટ અનુસાર, નાસિર અલી શબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગ અદાણી ગ્રુપના ફાઉન્ડર ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીના નજીકના છે.


Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


આ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું રોકાણ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહલી ગલ્ફ એશિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (Gulf Asia Trade and Investment Limited) નો ઉપયોગ કરે છે. તો બીજી તરફ ચાંગે લિંગો ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (Lingo Investment Limited) દ્વારા રોકાણ કર્યું છે. OCCRP રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાનો સ્ટોક ખરીદીને શેરબજારમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું.


Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો


સેબીના નિયમોનું ઉલ્લંઘન
અદાણી ગ્રુપના અબજો રૂપિયાના શેરો ખરીદનાર અને વેચનાર બંને વ્યક્તિઓ અદાણી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. આ સાથે અદાણી ગ્રુપે સેબી (SEBI) ના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે, જે મુજબ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 75 ટકાથી વધુ ન હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, તમે એમ પણ કહી શકો છો કે કંપનીની ઓછામાં ઓછી 25 ટકા ઈક્વિટી જનતા પાસે હોવી જોઈએ.


ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? વાંચી લો, ફાયદામાં રહેશો
મોંઘા ફોન્સની વાટ લગાવવા આવી રહ્યો છે Motorola આ ફોન, OMG આટલો સસ્તો


બંને વ્યક્તિઓ અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી કંપનીઓના ડિરેક્ટર અને શેરહોલ્ડર છે. તમને જણાવી દઈએ કે નાસિર અલી શબાન અહલી સંયુક્ત આરબ અમીરાત (UAE) ના એક બિઝનેસમેન છે. તે UAEની કન્સલ્ટન્સી કંપની અલ અલ જાવદા ટ્રેડ એન્ડ સર્વિસીસના ડાયરેક્ટર છે. તે જ સમયે, ચાંગ ચુંગ લિંગ ગુડામી ઇન્ટરનેશનલના માલિક છે.


રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારી ક્યાં રાખવી, જોજો...ભૂલ તમે ન કરતા!
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત

શું છે એલ્કલાઇન વોટર, આ તમને કઇ બિમારીઓથી બચાવવામાં કરે છે મદદ, જાણો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube