ADANI પાવરને 1181 કરોડ રૂપિયાનું જોરદાર નુકસાન, આ રહ્યું કારણ
અદાણી પાવરે ચાલુ નાણાકીય વર્ષની ડિસેમ્બરમાં પુરી થયેલી ત્રિમાસિકમાં 1,180.78 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ ક્ષેત્રને પ્રભાવિત કરનાર મુદ્દા છે. જોકે આ નુકસાન ગત વર્ષની સમાન ત્રિમાસિક તુલનામાં ઓછું છે. અદાણી સમૂહની કંપનીને ગત વર્ષની સમાન ત્રિમાસિકમાં 1,313.74 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે.

ચૂંટણી પહેલાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર, જાણો શું છે પ્લાનિંગ
સમીક્ષાધીન ત્રિમાસિકમાં કંપનીનો કુલ ખર્ચ વધીને 7,507.61 કરોડ રૂપિયા થઇ ગયો, જે ગત વર્ષની સમાન ત્રિમાસિકમાં 6,223.58 કરોડ રૂપિયા હતો. કંપનીના નાણાકીય ખર્ચ ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં વધીને 1,531 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ગત નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં આ 1,411 કરોડ રૂપિયા હતો.
કેવી રીતે સસ્તી થશે તમારી Home અને Car લોન, EMI માં ફેરફારના ગણિતને આ રીતે સમજો
ચાલુ નાણાકીય વર્ષની ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં અદાણી પાવરનો ઓપરેટિંગ આવક 31.70 ટકા વધીને 6,380.33 કરોડ રૂપિયા રહ્યો, જોકે નાણાકીય વર્ષ 2017-18 ની સમાન ત્રિમાસિકમાં 4,844.46 કરોડ રૂપિયા હતો.
કંપનીના એબિટ્ડા (વ્યાજ, ટેક્સ, ઘસારો અને સુધારણાથી પહેલાં કમાણી)માં સમીક્ષાધીન ત્રિમાસિકમાં 77 ટકાનો વધારો થયો, જોકે કુલ 1,372 કરોડ રૂપિયા રહી, જ્યારે ગત નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં આ 777 કરોડ રૂપિયા હતી.