કેવી રીતે સસ્તી થશે તમારી Home અને Car લોન, EMI માં ફેરફારના ગણિતને આ રીતે સમજો
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણયથી તમારા ઉપર હોમ લોન અને કાર લોનની ઇએમઆઇનો બોજો ઓછો પડશે. રેપો રેટ ઘટવાથી તમારા માટે બેંકોમાંથી લોન લેવી સસ્તુ થઇ જશે અને તમારી ઇએમઆઇ પણ ઘટી જશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણયથી તમારા ઉપર હોમ લોન અને કાર લોનની ઇએમઆઇનો બોજો ઓછો પડશે. રેપો રેટ ઘટવાથી તમારા માટે બેંકોમાંથી લોન લેવી સસ્તુ થઇ જશે અને તમારી ઇએમઆઇ પણ ઘટી જશે. તમારી ઇએમઆઇ કેટલી ઘટશે તેના માટે તમારી લોનની મૂળ રકમ, વ્યાજ દર, કેટલા વર્ષ માટે લોન લીધી છે અને હાલ ઇએમઆઇ કેટલી છે, તેના આધારે ગણતરી થઇ શકે છે. રેપો રેટ ઘટવાથી તમારી થનારી બચતને સમજવા માટે તમારે તે જાણવું જરૂરી છે કે રેપો રેટ કેવી રીતે નક્કી થાય છે.
હોમ લોન EMI નો બોજો
હોમ લોન | સમયગાળો | હાલની EMI | નવી EMI | વાર્ષિક બચત |
30 લાખ રૂપિયા | 25 વર્ષ | 24,460.00 | 23955.00 | 6060 રૂપિયા |
નોંધ: SBI ની હાલની હોમ લોન પર વ્યાજ દર 8.65 ટકાના આધારે (0.25% ઘટેલા વ્યાજની સાથે નવી ઇએમઆઇ)
આટલી ઘટશે કાર લોનની EMI
કાર લોન | સમયગાળો | હાલની EMI | નવી EMI | વાર્ષિક બચત |
5 લાખ રૂપિયા | 5 વર્ષ | 10,428.00 રૂપિયા | 10,367.00 | 732 રૂપિયા |
નોંધ: SBI ની હાલની કાર લોન પર વ્યાજ દર 9.20 ટકાના આધારે (0.25% ઘટેલા વ્યાજની સાથે નવી ઇએમઆઇ)
આમ આદમીને મળશે રાહત
રેપો રેટ ઘટવાનો અર્થ છે કે હવે બેંક જ્યારે પણ આરબીઆઇ પાસેથી ફંડ લેશે, તેમને નવા દરે ફંડ મળશે. સસ્તા દર પર બેંકોને મળનાર ફંડથી બેંક પોતાના ગ્રાહકોને સસ્તા દરે લોન આપશે. તેનાથી આમ આદમીને સસ્તી લોન મળશે અને તેની ઇએમઆઇમાં પણ ઘટાડો આવશે. આ જ કારણે જ્યારે પણ રેપો રેટ વધે છે તો તમારા લોનની ઇએમઆઇ વધી જાય છે અને જ્યારે રેપો રેટ ઘટે છે તો ઇએમઆઇ ઘટી જાય છે. ફ્લોટિંગવાળા લોનની ઇએમઆઇ પણ ઓછી થવાની આશા છે. આરબીઆઇએ રેપો રેટ 0.25% થી 6.25% ટકા કરી દીધો છે.
શું હોય છે રેપો રેટ?
રેપો રેટ તે દર હોય છે, જેના પર આરબીઆઇ બેંકોને લોન આપે છે. જોકે જ્યારે પણ બેંકો પાસે ફંડની ખોટ હોય છે, તો તે તેની ભરપાઇ કરવા માટે કેંદ્વીય બેંક એટલે કે આરબીઆઇ પાસે પૈસા લે છે. આરબીઆઇ દ્વારા આપવામાં આવતી આ લોન એક ફિક્સ્ડ રેટ પર મળે છે. આ રેટ રેપો રેટ કહે છે. તેને ભારતીય રિઝર્વ બેંક દર ત્રિમાસિકના આધાર પર નક્કી કરે છે. હાલ ચાર વર્ષ બાદ આ વધારવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે