નવી દિલ્હી: ફ્રાન્સની પેટ્રોલિયમ ક્ષેત્રની મુખ્ય કંપની ટોટલ અને ભારતના અદાણી ગ્રુપ વચ્ચે નવા ઔદ્યોગિક બિઝનેસ જલદી જ ભારતમાં પેટ્રોલ પંપ ખોલવા માટે લાઇસન્સ માટે અરજી કરશે. અદાણી ગેસના મુખ્ય કાર્યકારીએ આ જાણકારી આપી છે. બંને કંપનીઓના સામુહિક સાહસ ટોટાલ- અદાણી ફ્યૂલ માર્કેટિંગ જલદી જ તમામ પ્રકારના વાહન ઇંધણોનું છૂટક વેચાણ ખોલવામાટે અરજી કરશે. આ પહેલાં રિયાલન્સ જિયો અને બીપી પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગેસના સીઇઓ સુરેશ મંગલાનીએ કંપનીના પહેલી ત્રિમાસિક પરિણામ જાહેર કરવાના અવસર પર આ કહ્યું. ટોટલે ગત વર્ષે અરબપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની અદાણી ગેસમાં 37.4 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેને દુનિયાના સૌથી વધુ સાથે વધતા ઇંધણના બજારમાં પગ માંડ્યો છે. તેમણે કહ્યું કે અમે આ ક્ષેત્રમાં નિશ્વિત જ ટોટલની મજબૂતી અને તેના અનુભવનો લાભ ઉઠાવશે. 


મંગલાનીએ કહ્યું કે અદાણી ગેસની પેટાકંપની ટોટલ અદાણી ફ્યૂલ માર્કેટિંગ લિમિટેડ પોતાના છૂટક કેંદ્રો પર પેટ્રોલ, ડીઝલ, પ્રાકૃતિક ગેસ વેચવાની સાથે જ ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે સંયુક્ત સાહસ સરકારની ઉદારનિતિ ઇંધણ છૂટક વેચાણ લાઇસન્સ વ્યવથા હેઠળ લાઇસન્સ માટે અરજી કરશે. 


સરકારે ગત વર્ષે પેટ્રોલ પંપ માટે લાયસન્સ જાહેર કરવાના નિયમોમાં ફેરફાર કરતાં 250 કરોડ રૂપિયા નેટવર્થ રાખનાર કંપનીઓને લાઇસન્સ અરજીની અનુમતિ આપી છે. આ પહેલાં ફક્ત તે કંપનીઓને ઇંધણની છૂટકની અનુમતિ આપવામાં આવતી હતી જે કંપનીઓએ હાઇડ્રોકાર્બનની શોધ અથવા ઉત્પાદન, રિફાઇનિંગ, પાઇપલાઇન નેટવર્ક અથવા તરલ પ્રાકૃતિક ગેસ ટર્મિનલ સ્થાપિત કરવાના ક્ષેત્રમાં 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube