નવી દિલ્લી: કોરોનાની બીજી લહેરને જોતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના કરોડો ખાતાધારકો માટે ફરી એકવાર રાહતના સમાચાર આપ્યા છે. EPFOએ કોવિડ-19 મહામારીને જોતાં બીજીવાર ભવિષ્ય નિધિ (PF) ખાતામાંથી એડવાન્સ રકમ કાઢવાની સુવિધા આપી છે. જો તમારે જરૂરિયાત છે તો તમે સરળતાથી પોતાના ખાતામાંથી એડવાન્સ રકમ કાઢી શકો છો. ત્યારે કેવી રીતે આ પૈસા કાઢી શકો છો જાણીએ તેની પ્રક્રિયા.


શું તમે મહિલાઓના આ અંગેના નામ જાણો છો? ઘણી મહિલાઓને પોતાને પણ નથી હોતી ખબર!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન સરળતાથી કાઢી શકશો:
છેલ્લી વખતની જેમ આ વખતે પણ કર્મચારી સરળતાથી ઓનલાઈન એડવાન્સ રકમ કાઢી શકશે અને તેણે આ એડવાન્સ રકમ પાછી કરવાની જરૂરિયાત નહીં રહે. તે જેટલી રકમ કાઢશે, તેટલી રકમને તેના પીએફ બેલેન્સમાંથી ઘટાડી દેવામાં આવશે.


તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર


શું છે યોજના:
યોજના અંતર્ગત EPFOમાં ખાતું રાખનારા બધા કર્મચારી પોતાના પીએફ ફંડમાંથી ત્રણ મહિના કે ખાતામાં બેલન્સના 75 ટકા સુધીની રકમ જે પણ ઓછું હોય તેને એડવાન્સમાં કાઢી શકશે. જો કોઈ ઈચ્છે તો તે આ મર્યાદાથી ઓછી રકમ પણ કાઢી શકે છે.


Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!


PF એડવાન્સ માટે કેવી રીતે એપ્લાય કરશો:
સૌથી પહેલાં યૂનિફાઈડ પોર્ટલ (https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface) ના મેમ્બર ઈન્ટરફેસમાં લોગ ઈન કરો.
જો આ વેબસાઈટ સીધી ન ખૂલે તો તમે EPFOની વેબસાઈટ (https://www.epfindia.gov.in/) પર જઈને તેની સાથે જોડાયેલ લિંક પર ક્લિક કરીને અહીંયા પહોંચી શકો છો.
ઉપર ડાબી બાજુમાં નીલા રંગની લિંક ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર લિંક પર ક્લિક કરો.
પછી ઓનલાઈન સર્વિસીઝમાં જાઓ અને ક્લેમ (ફોર્મ-31, 19,10C,10D) પર ક્લિક કરો.
પોતાના બેંક એકાઉન્ટની છેલ્લી 4 સંખ્યાને નાંખો અને વેરિફાઈ કરો.
પછી “Proceed for Online Claim”  પર ક્લિક કરો.
પીએફ એડવાન્સ (ફોર્મ-31)ને સિલેક્ટ કરો.
પછી આઉટબ્રેક ઓફ પેન્ડેમિક (કોવિડ-19) ને સિલેક્ટ કરો.
તમારે જેટલી રકમની જરૂરિયાત છે, તેને સબમિટ કરો અને પોતાના તે બેંક એકાઉન્ટની ચેકની સ્કેન કોપીને અપલોડ કરો. જેના પર તમે પૈસા મંગાવવા ઈચ્છો છો અને જે પીએફ એકાઉન્ટ સાથે લિંક છે. પોતાનું સરનામું સબમિટ કરો.
પછી Get Aadhar OTP પર ક્લિક કરો.
આધાર સાથે લિંક પોતાના મોબાઈલ પર જઈને OTP સબમિટ કરો.
પછી ક્લેમ સબમિટ થઈ જશે.
મોબાઈલથી તમે યૂનિફાઈડ પોર્ટલ પર જઈને આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો અથવા તમે ઉમંગ એપ દ્વારા પણ ક્લેમને ફાઈલ કરી શકો છો.


પીએફ બેલેન્સમાં કર્મચારી અને નિયોક્તા (Employer) બંનેના શેર સામેલ હોય છે. જેમાં યોગદાન પર વ્યાજ પણ જોડવામાં આવે છે. પીએફ એડવાન્સનો ફાયદો લેવા માટે કર્મચારીને EPFOને કોઈ દસ્તાવેજ કે સર્ટિફિકેટ બતાવવાની કોઈ જરૂરિયાત નથી.


Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube