તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર
નવી દિલ્લીઃ એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.
Microphone, Earphone હોય શકે છે કારણ
જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.
VoLTE करें Active
એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.
HD Calling
જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.
કરો Wi-Fi Calling
મુશ્કેલીઓથી બચવા માટે Wi-Fi Calling સારો વિકલ્પ છે. જ્યારે સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કમાં અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કોલિટી સારી થાય છે અને ઈકો પણ આવતો નથી.
કરો આ App નો ઉપયોગ
જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.
Trending Photos