અમદાવાદ: ભારતને રમકડાંઓનાં ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની પોતાની હાર્દિક ઇચ્છાને વ્યક્ત કરીને માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ અને તેમણે તમામ ભારતીયોને રમકડાં માટે ‘વૉકલ ફૉર લૉકલ’ બનવા કરેલી વિનંતીથી પ્રેરિત થઇને મુખ્ય થીમ 'Toy'ing with Designની સાથે અમદાવાદ ડીઝાઇન વીક (ADW)ની બીજી આવૃત્તિ લૉન્ચ થવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ડીઝાઇન વીકને યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર ભારતના ડીઝાઇનરો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની વચ્ચે નેટવર્કિંગ કરવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે. આ અમદાવાદ ડીઝાઇન વીકની બીજી આવૃત્તિ છે, જેનો ઉદભવ વર્ષ ૨૦૧૮માં યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા આયોજીત ઇન્ડિયા ડીઝાઇન કન્ફ્લુઅન્સમાંથી થયો છે.


3થી 7 ફેબ્રુઆરી, 2021, બુધવારથી રવિવારની વચ્ચે યોજાવા જઈ રહેલ ADW 2021 રમકડાંની ડીઝાઇનમાં નવીનીકરણ અને કૌશલ્યનું સંયોજન કરીને ઘણાં સીમાચિહ્નો સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. ટૉય ડીઝાઇનની મુખ્ય થીમ ધરાવતું ADW 2021 રમકડાંનાં પરંપરાગત ઉત્પાદનકર્તાઓ અને આધુનિક ઉત્પાદનકર્તાઓને એક જ છત હેઠળ લાવવાનો ઇરાદો ધરાવે છે. જ્યારે રમકડાંની ડીઝાઇનમાં નવીનીકરણ અને કૌશલ્યોનું સંયોજન થાય છે ત્યારે આ પ્રકારનો પ્રયાસ અનેક સીમાચિહ્નો સ્થાપવાની ક્ષમતા ધરાવે છે.


પોતાના રેડિયો બ્રોડકાસ્ટ મની કી બાતના રાષ્ટ્ર જોગ સંદેશમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રમકડાં એ વૃદ્ધિશીલ પ્રવૃત્તિ છે અને તે આપણી મહત્વકાંક્ષાઓને ઉડાન પણ આપે છે. ‘વૉકલ ફોર લૉકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના કૉન્સેપ્ટને આગળ વધારવાની તેમની આ ઉત્કટ ઇચ્છાને ધ્યાનમાં રાખીને ADW 2021 સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા રમકડાંનાં વિવિધ ભારતીય ઉત્પાદનકર્તાઓ, કલાકારો અને ઉદ્યોગો સાથે ભેગા મળીને કામ કરશે, જે આખરે સૌ કોઇને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થવાની તથા મેક ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં એક ડગલું ગણાશે.


ADW 2021માં શાળાના 15,000 વિદ્યાર્થી, 15,000થી વધુ ડીઝાઇનના વિદ્યાર્થીઓ, 2,000 ડીઝાઇન ફેકલ્ટી અને ડીઝાઇન ઇન્ડસ્ટ્રીના 2,500 વ્યાવસાયિકો સુધી પહોંચવામાં આવશે. તે એક એવું મંચ બનવાની ઇચ્છા રાખે છે, જે રમકડાંઓનું સર્જન કરવા અંગે વિચારણા કરવા માટે ડીઝાઇનના વિદ્યાર્થીઓની ક્ષમતાઓને વધારે. તેણે રમકડાંઓ અંગેની વિચારસરણીને પોષવાના એક ઉમદા ઇરાદાની સાથે ભારત તેમજ વિશ્વના ડીઝાઇન ક્ષેત્રના શ્રેષ્ઠ સર્જકોને સામેલ કરી ચાર દિવસનો એક વ્યાપક કાર્યક્રમ તૈયાર કર્યો છે.


ઉપરોક્ત બાબતો ઉપરાંત, ADW 2021નો ઇરાદો ભારતના સ્થાનિક ક્લસ્ટરોમાંથી રમકડાં બનાવનારાને ચર્ચા માટે આમંત્રિત કરી ભારતના સ્થાનિક રમકડાંઓની સમૃદ્ધ પરંપરાને પોષવાનો છે. રમકડાં બનાવનારાના આ ક્લસ્ટરોમાંથી કેટલાક ક્લસ્ટરો એવા છે, જ્યાં રમકડાંનાં નિષ્ણાત સર્જકો પાસેથી શાણપણભરી જાણકારી પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે, આ ક્લસ્ટરોમાં કર્ણાટકમાં રામનગરમમાં આવેલ ચન્નાપટના, આંધ્ર પ્રદેશમાં કૃષ્ણામાં આવેલ કોંડાપલ્લી, તામિલનાડુમાં થંજાવુરિન, અસમમાં ધુબારી, ઉત્તર પ્રદેશમાં વારાણસી અને આપણા ગુજરાતમાં ઇડર, મહુરા, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે.


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube