ફેસબુક બાદ હવે ટ્વિટરે તગડી રકમ લઇ વેચ્યો ડેટા, થયો ખુલાસો
ફેસબુક બાદ હવે ટ્વિટર પર ડેટા વેચવાનો આરોપ લાગ્યો છે. તેણે પણ કેંબ્રિજ એનાલિટિકાને ડેટા વેચ્યો હતો. બ્રિટનની કંસલ્ટિંગ ફર્મ કેબ્રિજ એનાલિટિકાએ લગભગ 8.7 કરોડ ફેસબુક યૂજરનો ડેટા તેમની જાણકારી વિના ઉપયોગ કર્યો હતો, જેને લઇને ખૂબ ધમાચકડી મચી હતી. આ ડેટા સિક્યોરિટી ઉલ્લંઘન પર ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિરૂદ્ધ અમેરિકામાં કેસ પણ ચાલી રહ્યો છે. અમેરિકી સીનેટ તેમણે ઘણીવાર પેશી માટે બોલાવી ચૂકી છે. કેટલાક મીડિયા રિપોર્ટોમં દાવો છે કે ટ્વિટરે પણ પોતાના યૂજર્સનો ડેટા તે કંપનીને યૂજરની જાણકારી વિના વેચી દીધો છે.
નવી દિલ્હી: ફેસબુક બાદ હવે ટ્વિટર પર ડેટા વેચવાનો આરોપ લાગ્યો છે. તેણે પણ કેંબ્રિજ એનાલિટિકાને ડેટા વેચ્યો હતો. બ્રિટનની કંસલ્ટિંગ ફર્મ કેબ્રિજ એનાલિટિકાએ લગભગ 8.7 કરોડ ફેસબુક યૂજરનો ડેટા તેમની જાણકારી વિના ઉપયોગ કર્યો હતો, જેને લઇને ખૂબ ધમાચકડી મચી હતી. આ ડેટા સિક્યોરિટી ઉલ્લંઘન પર ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિરૂદ્ધ અમેરિકામાં કેસ પણ ચાલી રહ્યો છે. અમેરિકી સીનેટ તેમણે ઘણીવાર પેશી માટે બોલાવી ચૂકી છે. કેટલાક મીડિયા રિપોર્ટોમં દાવો છે કે ટ્વિટરે પણ પોતાના યૂજર્સનો ડેટા તે કંપનીને યૂજરની જાણકારી વિના વેચી દીધો છે.
ટ્વિટરના સર્વરમાં જવાના એક્સેસ હતા
કેંબ્રિજ એનાલિટિકા માટે ટૂલ બનાવનાર એલેક્સેંડર કોગને માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પરથી ડેટા ખરીદ્યો હતો. આ વાત વર્ષ 2015ની છે. કોગને વૈશ્વિક વિજ્ઞાન શોધ (જીએસઆર) નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જેને ટ્વિટરના સર્વરમાં જવાના એક્સેસ મળ્યા હતા. તેનાથી તે જ્યારે ઇચ્છે ત્યારે ડેટા ઉઠાવી લેતો હતો અને તેનો ઉપયોગ પ્રોજેક્ટમાં કરતો હતો.
ફેસબુક જ નહી Google પણ વેચે છે તમારી જાણકારીઓ, થાય છે કરોડોની કમાણી
યૂજરનું નામ, પ્રોફાઇલ પિક્ચર સુધી માંગી હતી
ધ સંડે ટેલીગ્રાફમાં છપાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોગને ડિસેમ્બર 2014થી એપ્રિલ 2015 વચ્ચે ટ્વિટર પાસેથી ટ્વિટ મેસેજ, યૂજરનું નામ, ફોટો, પ્રોફાઇલ પિક્ચર અને લોકેશનનો ડેટા ખરીદ્યો હતો. એપ્રિલમાં ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે ભૂલ સ્વિકારતાં કહ્યું હતું કે 8.7 કરોડ યૂજર્સનો ડેટા ખોટી રીતે કેંબ્રિજ એનાલિટિકાને વેચવામાં આવ્યો છે.
ફેસબુક બંધ થઇ જશે? આ છે સૌથી મોટું કારણ, માર્ક ઝુકરબર્ગ પણ પરેશાન
ટ્વિટરે રીતસર બિઝનેસ મોડલ બનાવી દીધું હતું
કેંબ્રિજ એનાલિટિકાને વેચવામાં આવેલા મોટાભાગના ટ્વિટ સાર્વજનિક હતા પરંતુ ટ્વિટર બીજી કંપનીઓ અને સંગઠનો પાસેથી તેમને એકઠા કરવાની અવેજમાં મોટી રકમ વસૂલે છે. ફેસબુક પોતાની યૂજરની ગોપનીયતા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહ્યું હતું જ્યાર બાદ સોશિયલ મીડિયા કંપનીઓ તપાસના ઘેરામાં આવી છે. જોકે ટ્વિટર જેવી કંપનીઓ પાસે ફેસબુકની તુલનામાં ઘણી ઓછી ખાનગી માહિતીઓ રહે છે.
આ TRICK જાણી શકશો કોઈના પણ Facebook નો પાસવર્ડ, જાણો વિગત
કેંબ્રિજ એનાલિટિકા સાથે કોઇ સંબંધ નથી: ટ્વિટર
ટ્વિટરના પ્રવક્તાએ અ સમાચાર પર કહ્યું કે તેમને કેંબ્રિજ એનાલિટિકા સાથે કોઇ લેવા દેવા નથી. ટ્વિટર એનાલિટિકાની જાહેરાતને સાઇટમાં જગ્યા મળતી નથી. સાઇટના નિર્ણયથી કેંબ્રિજ એનાલિટિકાની નીતિ વિરોધી ગતિવિધિઓના લીધે લેવામાં આવ્યો છે. બીજી તરફ કેંબ્રિજના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ ટ્વિટરનો ઉપયોગ ફક્ત રાજકીય જાહેરાત માટે કર્યો. એનાલિટિકાએ દાવો કર્યો કે તેણે જીએસઆરના ટ્વિટર ડેટા શેર કરવા માટે ક્યારે કોઇ પ્રોજેક્ટમાં ભાગ લીધો નથી ના તો કોઇ જીએસઆર સાથે કોઇ ડેટા મળ્યો છે.