ભારતે ચાર મહિના બાદ મલેશિયાથી શરૂ કરી પામ તેલની આયાત, આ છે કારણ
ભારતે જાન્યુઆરીમાં મલેશિયાથી તેલના આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદનું ભારતની નીતિઓ વિરુદ્ધ નિવેદનો આપવા સાથે જોડીને જોવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ આશરે ચાર મહિનાના પ્રતિબંધ બાદ ભારતે એકવાર ફરી મલેશિયા પાસેથી પામ ઓયલની આયાત શરૂ કરી દીધી છે. ભારત અને અને મલેશિયા વચ્ચે કેટલાક રાજકીય તણાવ બાદ આ આયાત રોકી દેવામાં આવી હતી.
કેમ રોકવામાં આવી હતી આયાત
ભારતે જાન્યુઆરીમાં મલેશિયાથી તેલના આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદનું ભારતની નીતિઓ વિરુદ્ધ નિવેદનો આપવા સાથે જોડીને જોવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મહાતિરે કાશ્મીર મુદ્દાથી લઈને નાગરિકતા કાયદા સુધી ભારતની આલોચના કરી હતી.
આ રીતે શરૂ થઈ આયાત
મલેશિયામાં નવી સરકાર ચૂંટાયા બાદ ભારત અને મલેશિયાના વ્યવસાયી સંબંધોમાં સુધાર થયો છે. પાછલા સપ્તાહે મલેશિયાએ ભારત પાસેથી રેકોર્ડ 1 લાખ ટન ચોખાની ખરીદીનો સોદો કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ત્યારબાદ એક મુખ્ય એક્સપોર્ટરે મલેશિયા પાસેથી 2 લાખ ટન ક્રૂડ પામ ઓયલ આયાતનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ ઓર્ડર જૂન અને જુલાઇમાં મોકલવામાં આવશે.
આર્થિક પેકેજમાં વેપારીઓના હિતોને નજરઅંદાજ કરાયાઃ કૈટ
આંકડા પ્રમાણે 2020ના પ્રથમ ચાર મહિનામાં ભારતનું કુલ પામ ઓયલ આયાત વર્ષ 2019ના આ સમયગાળા કરતા 50 ટકા ઘટી ગયું હતું. ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય તેલ આયાતક દેશ છે. મલેશિયા વિશ્વનો બીજો સૌથી મોટો પામ ઓઇલ નિર્યાતક છે અને હાલના દિવસોમાં ત્યાં કિંમત 10 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે.
ભારત વિશ્વભરમાં ખાદ્ય તેલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ભારતના કુલ ખાદ્ય તેલ આયાતમાં પામ ઓયલની ભાગીદારી બે તૃતિયાંસ છે. ભારત વર્ષે આશરે 90 લાખ ટન પામ તેલની આયાત કરે છે. તેમાંથી મોટા ભાગલનું તેલ ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. આ દેશો સિવાય ભારત આર્જેન્ટીના અને બ્રાઝીલથી સોયા તેલ અને યૂક્રેનથી સૂરજમુખીનું તેલ પણ ખરીદે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube