નવી દિલ્હી: ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદી લીધી છે. ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદવા માટે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. DIPAM ના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવે જણાવ્યું કે એર ઇન્ડીયાની હરાજીમાં બે કંપનીઓએ બોલી લગાવી હતી. તેમાં ટાટા સન્સની બોલી સૌથી વધુ 18 હજાર કરોડ રૂપિયાની રહી. મંત્રીઓના પેનલે આ બિડને ક્લિયર કરી દીધી અને આ પ્રકારે એર ઇન્ડીયા હવે ટાટા સન્સનો ભાગ બની ગયો છે. 


તેમણે કહ્યું કે દેશના મોટા આર્થિક નિર્ણય પર વિચાર કરવા માટે એક સ્પેશિયલ પેનલ ગઇ હતી. આ પેનલમાં ગૃહ મંત્રી, નાણા મંત્રી, કોમર્સ મિનિસ્ટર અને સિવિલ એવિએશન મિનિસ્ટર સામેલ રહ્યા. પેનલે તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યું. ત્યારબાદ બિડમાં સૌથી મોટી બોલી લગાવવામાં આવતા ટાટા સન્સને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube