નવી દિલ્હી: સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ તે તાલીમાર્થી કેબિન ક્રૂ અને કેબિન ક્રૂની સેવાઓને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે, જે હાલ તેમના ત્યાં ટ્રેનિંગ લઇ રહ્યાં છે. એરલાઇન્સે તાલીમાર્થી કેબિન ક્રૂ સેવાઓ બંધ થવાના કારણથી હાલની નિરાશાજનક ઉડ્ડયનની સ્થિતિ સંદર્ભ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ચાલક દળ અને પ્રશિક્ષુ પાયલોટ પાંચ વર્ષના અનુબંધને ઘટાડી એક વર્ષ સુધી કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, એર ઇન્ડિયા 1200 ચાલક દળ અને કર્મચારીઓની સેવાઓને સમાપ્ત કરી રહી છે. જે 55 વર્ષથી વધુ વર્ષ પૂરા કરી ચુક્યા છે. હાકીં કાઢવામાં આવેલા કર્મચારીઓમાં 190 તાલીમાર્થી પાયલટ પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દર મહિને જમા કરો 210 રૂપિયા, મળશે 60 હજાર રૂપિયા વર્ષનું પેન્શન; જાણો સંપૂર્ણ માહિતી


એક પત્રમાં એર ઇન્ડિયાએ એક અરજદારને માહિતી આપી છે કે, જે પ્રશિક્ષણના સફળ સમાપનના આધિન ઓગસ્ટ 2019 માં કેબીન ક્રૂ તરીકે પસંદ કરાઈ હતી. પત્રમાં કંપનીએ લખ્યું છે કે, એર ઇન્ડિયા તરફથી અમે તમને અમારા સંગઠનમાં સામેલ થવા માટે તમારા દ્વારા દેખાળવામાં આવેરી રૂચી માટે આભાર માનીએ છીએ. જો કે, વર્તમાન ઉડ્ડયન પરિદ્રશ્યને જોતા, એર ઇન્ડિયા માટે આ સંભવ નથી કે, અમે તમને વધુ કોઇ ટ્રેનિંગ આપી શકશું.


આ પણ વાંચો:- 29 કંપનીઓને મળી કોરોના કવચ વીમા પોલિસીની મંજૂરી, જાણો સંપૂર્ણ ડીટેલ


ઉપરોકત કારણોને ધ્યાનમાં રાખી, જે કંપનીના નિયંત્રણથી ઉપર છે. અહીં તત્કાલ પ્રભાવની સાથે તમારી પ્રશિક્ષણ વ્યવસ્થાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા દ્વારા આપવામાં આવી છે કે, ગેરેન્ટીને પણ કંપની દ્વારા પરત કરવામાં આવે છે.


આ પણ વાંચો:- આર્થિક સંકટ સામે તમને આ રીતે મળશે મદદ, ચપટીમાં મળી જશે પૈસા


એર ઇન્ડિયા તરફથી ફરી એકવા અમે તમારા સહયોગ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરીએ છીએ કે, તમે તે પરિસ્થિતિઓની પ્રશંસા કરશો જેના અંતર્ગત અમે પ્રશિક્ષણ વ્યવસ્થાને બંધ કરવા માટે મજબૂર છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube