29 કંપનીઓને મળી કોરોના કવચ વીમા પોલિસીની મંજૂરી, જાણો સંપૂર્ણ ડીટેલ

દેશભરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલા વચ્ચે 29 કંપનીઓને કોરોના કવચ વીમા પોલિસીની મંજૂરી મળી ગઈ છે. આ તમામ કંપનીઓને વીમા નિયમનકારી તેમજ વિકાસ સત્તા મંડળ (ઇરડા)થી મંજૂરી મળી ગઈ છે. ઇરડાએ પહેલા પણ તમામ કંપનીઓથી કહ્યું હતું કે, મહામારી સામે લડવા માટે ટૂંકા ગાળાની (3.5 મહિનાથી 9.5 મહિના) સુધી પોલિસીને લાવવા કહ્યું હતું. જે કંપનીઓને પોલિસી લાવવાની મંજૂરી મળી છે, તે સાધારણ અને સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં પહેલાથી કામ કરી રહી છે.

Updated By: Jul 11, 2020, 01:08 PM IST
29 કંપનીઓને મળી કોરોના કવચ વીમા પોલિસીની મંજૂરી, જાણો સંપૂર્ણ ડીટેલ

નવી દિલ્હી: દેશભરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલા વચ્ચે 29 કંપનીઓને કોરોના કવચ વીમા પોલિસીની મંજૂરી મળી ગઈ છે. આ તમામ કંપનીઓને વીમા નિયમનકારી તેમજ વિકાસ સત્તા મંડળ (ઇરડા)થી મંજૂરી મળી ગઈ છે. ઇરડાએ પહેલા પણ તમામ કંપનીઓથી કહ્યું હતું કે, મહામારી સામે લડવા માટે ટૂંકા ગાળાની (3.5 મહિનાથી 9.5 મહિના) સુધી પોલિસીને લાવવા કહ્યું હતું. જે કંપનીઓને પોલિસી લાવવાની મંજૂરી મળી છે, તે સાધારણ અને સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં પહેલાથી કામ કરી રહી છે.

આ પણ વાંચો:- આર્થિક સંકટ સામે તમને આ રીતે મળશે મદદ, ચપટીમાં મળી જશે પૈસા

50 હજારથી 5 લાખ સુધીનું કવર
ઇરડાએ સાધારણ અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓથી 10 જુલાઇ સુધી કોરોના કવચ સ્વાસ્થ્ય વીમા પોલિસી રજૂ કરવા કહ્યું હતું. દેશમાં કોવિડ-19 સંક્રમિત કેસની સંખ્યા લગભગ 8 લાખ સુધી પહોંચી ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇરડાના દિશાનિર્દેશ અનુસાર ટુંકી મુદત માટે પોલિસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિના માટે હોઇ શકે છે. આ વીમા રકમ 50 હજારથી લઇને 5 લાખ સુધી (50 હજાર રુપિયાના ગુણાકમાં) છે.

આ પણ વાંચો:- ચીનને વધુ એક લપડાક: સામાનમાં Country of Origin નહી લખનાર ઇ કોમર્સ કંપનીઓ પર ઝીંકાશે મોટો દંડ

આ કંપનીઓને મળી મંજૂરી
ઇરડાએ જે 29 સાધારણ અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓને કોરોના કવચ વીમા પોલીસ લાવવાની પરવાનગી આપી છે. તેમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ દાખલા તરીકે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એચડીએફસી એર્ગો, મેક્સ બૂપા, બજાજ એલીઆન્ઝ, ભારતી એક્સા અને ટાટા એઆઈજી સામેલ છે.

આ પણ વાંચો:- Union Bank માં મળશે એકદમ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષશે આ નવે સ્કીમ

નિયમનકાર અનુસાર પ્રીમિયમ ચુકવણી એકવાર કરવી પડશે અને પ્રીમિયમની રકમ આખા દેશમાં સમાન હશે. કોરોના કવાચ ઇન્શ્યોરન્સ પોલિસી રજૂ કરતી વખતે બજાજ એલિઆન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે જણાવ્યું હતું કે બેઝિક કવરનું પ્રીમિયમ રૂ. 447થી રૂ. 5630 (જીએસટી સિવાય) રહેશે. આ રકમ વ્યક્તિની ઉંમર, વીમા રકમ અને પોલિસીની અવધિ અનુસાર બદલાય છે. પોલિસીબજાર ડોટ કોમના વડા અમિત છાબરાએ જણાવ્યું હતું કે મોટાભાગની મોટી આરોગ્ય વીમા કંપનીઓએ નિયમનકારની સૂચના મુજબ કોવિડ -19 સંબંધિત નીતિ શરૂ કરી છે.

આ પણ વાંચો:- PNB માં થયો 3,688 કરોડ રૂપિયાનો ગોટાળો, જાણો શું છે સમગ્ર મામલો

કવરમાં સામેલ હશે આ બધું:

  • સરકારી માન્યતા પ્રાપ્ત લેબમાં ટેસ્ટ બાદ કોરોના સંક્રમણનો કેસ જોવા મળે છે, તો તેની સારવારમાં હોસ્પિટલમાં દાખલ થવાનો તબીબી ખર્ચ ઉઠાવવામાં આવશે.
  • દર્દીને જો કોવિડ-19ની સાથે અન્ય રોગ છે, તો વાયરસના સંક્રમણ સાથે તેના પરની સારવારનો ખર્ચ પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે.
  • આમાં વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ માર્ગ એમ્બ્યુલન્સનો ખર્ચ પણ કરવામાં આવશે.
  • પોલિસીમાં ઘરોમાં 14 દિવસની સંભાળના ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ તે લોકો માટે હશે કે જેઓ તેમના ઘરે સારવાર પસંદ કરે છે.
  • આ ઉપરાંત આયુર્વેદ, હોમિયોપેથ અને અન્ય સારવારના વિકલ્પો પોલિસીના દાયરામાં આવશે.

આ પણ વાંચો:- 'મંદિર કે સામને આતે હી જ ફોન લગા લેના..', ડિલીવરી પેકેટ પર લખેલું આ અડ્રેસ ચોંકાવી દેશે

મેક્સ બૂપાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણન રામચંદ્રને કહ્યું કે, અમારી કોરોના પોલિસીનું પ્રીમિયમ સ્પર્ધાત્મક છે. 31થી 55 વર્ષની વયની વ્યક્તિ માટે 2.5 લાખ રૂપિયાનું પોલિસી પ્રીમિયમ રૂ. 2,200 છે. એક જ વયના બે પુખ્ત વયના અને બે બાળકોનું પ્રીમિયમ 4,7૦૦ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube