આ કર્મચારીઓને 5 વર્ષ માટે બળજબરીપૂર્વક રજા પર મોકલશે એર ઇન્ડીયા, નહી મળે પગાર
સરકારી વિમાન કંપની એર ઇન્ડીયા પોતાના ઘણા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી બળજબરીપૂર્વક મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓને કોઇપણ પ્રકારનું કોઇપણ વેતન પણ નહી મળે.
નવી દિલ્હી: સરકારી વિમાન કંપની એર ઇન્ડીયા પોતાના ઘણા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી બળજબરીપૂર્વક મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓને કોઇપણ પ્રકારનું કોઇપણ વેતન પણ નહી મળે. આ સમય ગાળો છ મહિનાથી માંડીને 60 મહિના સુધીનો હશે. કંપનીએ કહ્યું કે દક્ષતા, સ્વાસ્થ્ય અને જરૂરિયાતો જેવા માપદંડો પર આમ કરવામાં આવશે.
જાહેર કર્યો આદેશ
કંપની દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર નિર્દેશક મંડળે એર ઇન્ડીયાના અધ્યક્ષ તથા મેનેજર રાજીવ બંસલે કર્મચારીઓને યોગ્યતા, દક્ષતા, ક્ષમતા, પ્રદર્શનની ગુણવત્તા, કર્મચારીનું સ્વાસ્થ્ય, પહેલાં ડ્યૂટી સમયે ગેરહાજરી વગેરે આધાર પર છ મહિના અથવા બે વર્ષ માટે પગાર વિના રજા પર મોકલવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે અને આ સમયગળો પાંચ વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.
વિભાગ પ્રમુખ કરશે આવા કર્મચારીઓની ઓળખ
એર ઇન્ડીયા દ્વારા 14 જુલાઇના રોજ જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યાલયમાં વિભાગોના હેડ સાથે-સાથે ક્ષેત્રી કાર્યાલયોના નિર્દેશ ઉપરોક્ત કસોટીના આધાર પ્રત્યેક કર્મચારીઓનું મુલ્યાંકન કરશે અને પગાર વિના બિનજરૂરી રજાના વિકલ્પના મામલે ઓળખ કરશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'આવા કર્મચારીઓના નામોને અધ્યક્ષ તથા મેનેજરની જરૂરી મંજૂરી માટે મુખ્યાલયમાં જનરલ મેનેજરને અગ્રસારિતા કરવામાં આવશે. આ સંબંધમાં પૂછવામાં આવતાં પ્રવક્તાએ કહ્યું કે ''અમે આ મુદ્દે ટિપ્પણી કરવા માંગતા નથી.'
વિમાન કંપની આવક પર પડી શકે છે અસર
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારત અને અન્ય દેશોમાં યાત્રા પર લાગેલા પ્રતિબંધના કારણે વિમાન કંપનીઓ પર ખૂબ વધુ અસર થઇ છે. ભારતની તમામ વિમાન કંપનીઓએ પગારમાં ઘટાડો, પગાર વિના રજા પર મોકલવા, કર્મચારીઓને હાંકી કાધવા સહિત અન્ય ઉપાય ખર્ચામાં કાપ માતે કરવામાં આવ્યા છે. ઉદાહરણ માટે ગો એરએ એપ્રિલથી પોતાના મોટાભાગના કર્મચારીઓને પગાર વિના ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
ફક્ત 50 ટકા મુસાફરો કરી રહ્યા છે સફર
ભારતમાં કોરોના વાયરસની મહામારીના લીધે લાગૂ પ્રતિબંધને લગભગ બે મહિના પછી 25 જૂલાઇથી ઘરેલૂ વિમાન સેવા શરૂ કરવામાં આવી. જોકે કોવિડ 19ના પહેલાંના મુકાબલે ફક્ત 45% વિમાનો ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી હતી. 25 મે સુધી ઘરેલૂ વિમાન સેવા શરૂ થયા બાદ કુલ સીટ ક્ષમતાના મુકાબલે ફક્ત 50 થી 60 ટકા મુસાફરો સફર કરી રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube