રિલાયન્સ જિયો સામે મળી રહેલા પડકારનો સામનો કરવા માટે આઇડિયા અને વોડાફોન પહેલાં જ એક થઇ ચૂક્યા છે, પરંતુ હવે ટેલિકોમ સેક્ટરમાં એક એવું મહાગઠબંધન બનવા જઇ રહ્યું છે જે જિયોને ભારે પડકાર ફેંકશે. ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયા જિયોને ટક્કર આપવા માટે ફાઇબર નેટવર્ક શેર કરવા પર વિચાર કરી રહ્યા છે. બસ થોડી યોજના અનુસાર આગામી દિવસોમાં તે એક ભાગીદારી ફાઇબર નેટવર્કની શરૂઆત કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung ને ટક્કર આપશે Oppo નો આ શાનદાર ફોન? 8GB રેમ અને 3 રિયર કેમેરાથી સજ્જ


કમાણી વધારવા પર ભાર
એરટેલના એક ટોચના અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે 'અમને આ ભાગીદારી અને એક કંપની બનાવવાની ખુશી છે. અમે વોડાફોન, આઇડિયાની સાથે પહેલાં જ મળીને કામ કરી રહ્યા છીએ.' જિયોના સસ્તા ડેટા ઓફર્સ બાદ ઘણી નાની કંપનીને ખતમ થઇ ચૂકી છે, જ્યારે વોડાફોન અને આઇડિયાએ પરસ્પર વિલિનિકરણ કરી દીધું છે.  

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ


ભારતીય એરટેલ હવે કસ્ટમર બેસના બદલે કમાણી વધારવા પર ધ્યાન આપી રહી છે. એટલા માટે તેનું ફોકસ પ્રીમિયમ કસ્ટમર પર છે. બીજી તરફ રિલાયન્સ જિયો પાસે દેશભરમાં હાઇસ્પિડ ફાઇબર નેટવર્ક છે. રિલાયન્સ ટૂંક સમયમાં જ જિયો ગીગાફાઇબર નામથી બ્રોડબેંડ સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે આ સેગ્મેંટમાં પણ પ્રાઇસ વોર તેજ થઇ જશે. રિલાયન્સે હજુ જણાવ્યું નથી કે તેમની બ્રોડબેંડ સેવાઓનો દર શું હશે. પરંતુ જો એરટેલ અને વોડાફોન આઇડિયા ફાઇબર નેટવર્ક શેર કરે છે, તો એ સ્પષ્ટ થઇ જશે કે બંને કંપનીઓ વચ્ચે ચાલી રહેલી જંગ ચાલુ રહેશે. 

Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા


ગ્રાહકો પર અસર?
હવે એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે ટેલીકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી જંગની અસર ઓછી આવક વર્ગના ગ્રાહકો  પર નકારાત્મક હશે. એરટેલ પહેલાં જ કહી ચૂક્યું છે કે હવે તેની સેવાઓ લેવા માટે ગ્રાહકોને દર મહિને 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. એટલે કે મફતમાં ઇનકમિંગના દિવસો હવે બંધ થઇ જશે. જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા તો આપે છે, પરંતુ મફત ઇનકમિંગની સુવિધા પણ નથી. જોકે થોડો ખર્ચ કરનાર મીડિયમ અને હાઇએંડ ગ્રાહકો માટે આ જંગમાં ફાયદો જરૂર જોવા મળી રહ્યો છે.