Akshaya Tritiya 2023 Gold Offers: આ વખતે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર જો તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન ઘડતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. અક્ષય તૃતિયા પર ગોલ્ડ ખરીદવાને ખુબ શુભ માનવામાં આવે છે. હવે તમને આ દિવસે ફ્રીમાં સોનું પણ મળી શકે છે. તમારી પાસે સારી તક છે. અક્ષય તૃતિયાના અવસરે તનિષ્ક, માલાબર સહિત અનેક કંપનીઓ ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી છે. તમને મેકિંગ ચાર્જથી માંડીને ફ્રીમાં ગોલ્ડનો સિક્કો પણ મળી શકે છે. આવો જાણો કે કઈ કંપની તમારા માટે કઈ ઓફર લાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tanishq ની ઓફર
ટાટાની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક તમને આ વખતે અક્ષય તૃતિયાના અવસરે બંપર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તમને મેકિંગ ચાર્જ પર ભારે છૂટનો ફાયદો મળશે. કંપની તરફથી ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 25 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ ઓફરનો ફાયદો તમે 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી લઈ શકો છો. 


માલાબર આપે છે સોનાનો સિક્કો
માલાબર ગોલ્ડ એન્ડ ડાયંડ્સ(Malabar Gold and Diamonds) આ અક્ષય તૃતિયા પર ખાસ ઓફર લાવી છે. તમને માલાબર તરફથી ફ્રીમાં સોનાનો સિક્કો મળી રહ્યો છે. જો તમે 30000 રૂપિયાથી વધુની ગોલ્ડ જ્વેલરી ખરીદશો તો તમને 100 મિ.ગ્રામ ગોલ્ડ કોઈન મળશે પરંતુ તમને આ ઓફરનો ફાયદો ફક્ત 30 એપ્રિલ 2023 સુધી જ મળી શકશે. 


20 વર્ષની ઉંમરે કરોડોની કમાણી! કોરોના યુગમાં ડોર ટુ ડોર બિઝનેસ


Home Loan: ઘર વેચવા માગો છો પરંતુ હોમ લોન ચાલુ છે, જાણી લો નિયમો શું છે?


ક્યાં છે પૈસાની તંગી?, એનસીઆરના બિલ્ડરે 1 વર્ષમાં વેચી દીધી 13,000 કરોડની પ્રોપર્ટી


Senco Gold & Diamonds ની શું છે ઓફર
સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ અક્ષય તૃતિયા પર ગ્રાહકોને ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આ સાથે જ જો તમે જૂની જ્વેલરી વેચી રહ્યા હોવ તો તેના પર 0 ટકા ડિડક્શન ફી લેવામાં આવશે. 


PC Chandra Jewellers માં મળે છે આ  છૂટ
પીસી ચંદ્રા જ્વેલર્સ પણ અક્ષય તૃતિયા પર ગ્રાહકોને ભારે છૂટ આપી રહી છે. આ અવસરે સોનું ખરીદનારાઓને તમામ પ્રકારની જ્વેલરી પર મેકિંગ ચાર્જમાં 15 ટકાની છૂટનો ફાયદો મળશે. આ સાથે જ ડાયમંડની વાત કરીએ તો તેના પર 10 ટકા સુધીની છૂટ મળી શકે છે. અત્રે જણાવવાનું કે આ ઓફર 15 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વેલિડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube