નવી દિલ્હી: એક લાખ ભારતીયોના જરૂરી ડોક્યૂમેન્ટ ઇન્ટરનેટના ડાર્ક વેબ પર વેચાઈ રહ્યાં છે. જેનાથી તેમની ખાનગી જાણકારી હેકરોની પાસે જઈ રહી છે. તેનાથી લોકોને નાણાકિય નુકસાન પણ થઈ શકે છે. જે ડેટા લીક થયો છે તે તમામ જરૂરી ડોક્યૂમેન્ટની સ્કેન કોપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 59 લાખ કર્મચારીઓને મળ્યો આ યોજનાનો લાભ, સરકારે જમા કર્યા 895 કરોડ રૂપિયા


આ છે તે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસ પોર્ટ એવા ડોક્યુમેન્ટ છે, જેમની સ્કેન કોપી હવે હેકર્સની પાસે હાજર છે. આ ડેટા થર્ડ પાર્ટી દ્વારા લીક કરવામાં આવ્યા છે. સાઈબર ઇન્ટેલીજેન્સ કંપની Cybleએ આ જાણકારી શેર કરી છે. સિબ્બલે કહ્યું કે, આ ડેટા લીક સરકારી સિસ્ટમથી લીક થયા નથી.


સિબ્બલે કહ્યું કે તેમની પાસે જાણકારી આવી છે કે, એક હેકર પાસે હાલ એક લાખ ભારતીયોની નેશનલ આઈડી પડી છે. જે ડાર્ક નેટ પર ઉપલબ્ધ છે. આ આઈડી ભારતના અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોના છે.


આ પણ વાંચો:- પૈસાની જરૂર છે તો વીમા પોલીસી સામે મળી રહી છે લોન! અહીં કરી શકાશે અરજી


તેનાથી થઈ શકે છે આ નુકસાન
સાઈબર આરોપી ડાર્ક વેબ પર હાજર આ ડેટાનો ઉપયોગ આઈડેન્ટિટી થેફ્ટ, સ્કેમ અથવા ફી કોર્પોરેટ જાસૂસી માટે કરી શકે છે. ઘણા બધા આરોપી આ પર્સનલ ડેટા દ્વારા લોકોને ફોન કરી ધપાવી રહ્યાં છે.


સિબ્બલે કહ્યું છે કે તે તેની તપાસ આગળ ધપાવી રહી છે જેથી તે જાણી શકે કે આ ડેટા ક્યાંથી બહાર આવ્યો છે. હાલ તેમણે તપાસ માટે હેકર્સ પાસેથી આશરે 1000 લોકોનો ડેટા પણ ખરીદ્યો છે.


આ પણ વાંચો:- એવી પ્રોડક્ટ બનાવો જે 'મેક ઇન ઇન્ડીયા' અને 'મેડ ફોર વર્લ્ડ' હોય: PM મોદી


અહીંથી ચોરી થઈ શકે છે ડેટા
સિબ્બલે કહ્યું છે કે પ્રારંભિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કેવાયસીને પૂરા કરવા માટે કંપની દ્વારા માંગવામાં આવેલ ડેટા બેઝ જ લીક થયા છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકો સાથે છેતરપિંડી કરવા માટે થઈ શકે છે. સિબ્બલે લોકોને ચેતવણી આપી છે કે તેઓએ તેમની કોઈ પણ વ્યક્તિગત માહિતી ફોન, ઇમેઇલ અથવા એસએમએસ પર શેર ન કરવી જોઈએ. તે જ સમયે તમારા નાણાકીય વ્યવહારો પર નજર રાખો અને જો કોઈ પ્રકારની શંકા હોય તો તમારી બેંકને જાણ કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube