59 લાખ કર્મચારીઓને મળ્યો આ યોજનાનો લાભ, સરકારે જમા કર્યા 895 કરોડ રૂપિયા
કોરોના વાયરસ સંક્રમણથી થયેલા લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે દરેક વર્ગને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. નાણા મંત્રાલયની તરફથી જણાવેલા આંકડા અનુસાર પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ યોજનાના અંતર્ગત 2 જૂન સુધી લગભગ 42 કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આવા લોકોના ખાતામાં સરકાર કુલ 53,248 કરોડ રૂપિયા જમા કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણથી થયેલા લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે દરેક વર્ગને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. નાણા મંત્રાલયની તરફથી જણાવેલા આંકડા અનુસાર પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ યોજનાના અંતર્ગત 2 જૂન સુધી લગભગ 42 કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આવા લોકોના ખાતામાં સરકાર કુલ 53,248 કરોડ રૂપિયા જમા કર્યા છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકડાઉનની શરૂઆતના તબક્કામાં આ યોજનાની જાહેરાત કરી હતી. મંત્રાલય તરફથી જણાવેલા આંકડાઓ અનુસાર 20,344 કરોડ રૂપિયા જન ધન યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં જમા કર્યા છે. આ મહિલાઓને સરકાર તરફથી પ્રતિ માસ 500 રૂપિયાની રકમ આપવામાં આવી છે. તેનાથી લગભગ 20.05 કરોડ મહિલાઓને ફાયદો થયો છે.
ત્યારે વિધવા, દિવ્યાંગ અને સીનિયર સિટીઝન્સના ખાતમાં 2814 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેનાથી લગભગ 2.81 કરોડ લોકોને લાભ મળ્યો છે.
ઈપીએફમાંથી કાઢવામાં આવી 4725 કરોડ રમક
પેકેજમાં લોકોને ઈપીએફ ખાતાથી પણ પૈસા નીકાળવાની સુવિધા આપવામાં આવી હતી. 2 જૂન સુધી લગભગ 16.1 લાખ અંશધારક કુલ 4725 કરોડ રૂપિયાની રકમ કાઢી ચુક્યા છે. ત્યારે સરકારે પણ 59.23 લાખ કર્મચારીઓના ખાતામાં ઈપીએફના યોગદાન આપ્યું છે. જેના અંતર્ગત લગભગ 895 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.
ખેડૂતોના ખાતામાં જમા કર્યા 2 હજાર રૂપિયા
આ યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન સ્કીમમાં રજિસ્ટર્ડ ખેડૂતોને 2 હજાર રૂપિયાની મદદ આપવામાં આવી છે. દેશભરમાં કુલ 8.19 કરોડ ખેડૂતોને સરકારે કુલ 16,394 કરોડ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર્યા છે.
આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટમાં કામ કરી રહેલા મજૂરોના ખાતામાં પણ પૈસા સરકારે ટ્રાન્સફર કર્યા છે. તેનાથી દેશભરમાં કાર્યરત 2.3 કરોડ મજૂરોના ખાતામાં લગભઘ 4313 કરોજ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
જ્યાં સુધી ગરીબ લોકોને રાશન આપવાની વાત છે તો એપ્રિલ માસમાં લગભગ 73.86 કરોડ લોકોને 36.93 લાખ મેટ્રિક ટન ફૂડ આપવામાં આવ્યું છે. મે મહિનામાં કુલ 65.85 કોરડ લાભાર્થિયોને 32.92 લાખ મેટ્રિક ટન ફૂડ અને જૂનમાં અત્યાર સુધીમાં 7.16 કરોડ લાભાર્થિયોને 3.58 લાખ મેટ્રિક ટન રાશન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ 17.9 કરોડ લાભાર્થિયોના 1.91 લાખ મેટ્રિક ટન દાળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે