China ના `અલીબાબા`એ ઉચ્ચાર્યો એક શબ્દ અને ડૂબી ગયા અઢી લાખ કરોડ
જેક માનો પાવર તો જુઓ...તેમના એક શબ્દની કિંમત અઢી લાખ કરોડ રૂપિયા છે. કદાચ તેમને પોતાને આ વાત ખબર નહતી. આથી તેમનાથી ભૂલ થઈ અને એક શબ્દ જ્યારે તેમના મોઢામાંથી નીકળી ગયો તેના નુકસાનની કિંમત ચીનની અલીબાબાને અઢી લાખ કરોડની પડી.
નવી દિલ્હી: બસ એક ખોટું પગલું અને ઢગલે ઢગલા નુકસાન.... ચીન (China) ના અલીબાબા( Alibaba) સાથે પણ કઈંક આવું જ થયું. પોતાના વિશ ગેરસમજ ધરાવતા લોકો સાથે કદાચ આવું જ થતું હોય છે. પોતાની ઊંચાઈને લઈને ગેરસમજનો શિકાર થયા હતા જેક મા. એક શબ્દ એવો ઉચ્ચાર્યો કે જેની કિંમત અલીબાબાને અઢી લાખ કરોડમાં પડી.
સાઉદી અરબે ભારતીય શ્રમિકોને આપી 'દિવાળી ભેટ', કામદારોને મળશે હવે આ મહત્વના અધિકાર
એક શબ્દની કિંમત અઢી લાખ કરોડ
જેક માનો પાવર તો જુઓ...તેમના એક શબ્દની કિંમત અઢી લાખ કરોડ રૂપિયા છે. કદાચ તેમને પોતાને આ વાત ખબર નહતી. આથી તેમનાથી ભૂલ થઈ અને એક શબ્દ જ્યારે તેમના મોઢામાંથી નીકળી ગયો તેના નુકસાનની કિંમત ચીનની અલીબાબાને અઢી લાખ કરોડની પડી.
એક શબ્દથી અટકી ગયો આઈપીઓ
જેક માએ કહેલા એક શબ્દએ દુનિયાના સૌથી મોટા આઈપીઓ એન્ટને અટકાવી દીધો હતો. ચીની બ્રોકરેજ હાઉસે મલમપટ્ટી કરતા કહ્યું હતું કે અમારા જેક માના શબ્દોમાં થોડું તીખાપણું તો હતું પરંતુ જે Pawn Shop શબ્દ તેમણે કહ્યો તે ક્યારેય આધારવિહોણો નહતો. માને નિશાન બનાવીને ફક્ત તેમના વિરુદ્ધ આ પગલું કેમ લેવાઈ રહ્યું છે, જ્યારે હાલના વર્ષોમાં પીપલ્સ બેંક ઓફ ચાઈનાના બ્યુરોક્રેટ પણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરતા આવ્યા છે.
આ રાજ્ય દુલ્હનોને વિના મૂલ્યે આપે છે 10 ગ્રામ સોનું, જાણો વિગતવાર માહિતી
'ચીની બેંક Pawn Shop જેવી છે'
ચીનના સૌથી અમીર બિઝનેસમેન જેક માએ 24મી ઓક્ટોબરે શાંઘાઈમાં એક હાઈપ્રોફાઈલ ફાઈનાન્શિયલ પ્લેટફોર્મ પર ચીનના બેંકિંગ સિસ્ટમ પર વિવાદાસ્પદ વાત કરી. તેમણે પોતાના ભાષણમાં વૈશ્વિક બેંકિંગ બેસલ સમજૂતિને 'જૂની પીપલ્સ ક્લબ' કહેવા ઉપરાંત એમ પણ કહ્યું કે ચીની બેંક Pawn Shops (ગીરવે કે બંધકની દુકાન)ની જેમ છે, જ્યાં જામીન અને ગેરંટી મોટી મુશ્કેલીથી મળે છે.
તરત જ મળી ગઈ સજા
બીજા જ દિવસે બેઈજિંગના ટોપ ફાઈનાન્શિયલ રેગ્યુલેટરે તેમને બોલાવ્યા અને ફટકાર લગાવી. શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે રેગ્યુલેટરના ફેરફારોનો હવાલો આપતા પોતાના સ્ટાર બોર્ડ પર એન્ટ (Ant Group) ની લિસ્ટિંગ સસ્પેન્ડ કરી દીધી. થયું એવું કે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં અલીબાબાના શેર ધડામ દઈને પછડાયા અને બધુ મળીને અઢી લાખ કરોડનું ધોવાણ થઈ ગયું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube