Multibagger Stock: શેર બજાર  (Share Market) ભલે ઉતાર ચઢાવ ભરેલું અને જોખિમ બિઝનેસ ગણવામાં આવે છે, પરંતુ તેમાં કોઇને કોઇ શેર એવો નિકળે છે, જે તેના રોકાણકારોને માલામાલ કરનાર સાબિત થાય છે. કંઇક આવો જ કમાલ કર્યો છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કંપની આલોક ઇંડસ્ટ્રીઝના શેરે, જેનો ભાવ ફક્ત ચાર વર્ષમાં 1 રૂપિયાથી વધીને 27 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન અંબાણીના આ પેની સ્ટોકે રોકાણકારોને મલ્ટીબેગર (Multibagger) રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો


રોકાણકારોને 1800% વળતર આપ્યું
મુકેશ અંબાણીની કંપનીનો આ પેની સ્ટોક તેના રોકાણકારો માટે ટૂંકા સમયમાં મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થયો છે. જો આપણે આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Alok Industries Limited) ના શેરમાં રોકાણ કરનારાઓને મળેલા વળતર પર નજર કરીએ, તો ઓક્ટોબર 2019 થી અત્યાર સુધીમાં તેણે લગભગ 1800 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, શેરની કિંમત લગભગ 1 રૂપિયાથી વધીને હવે 27.10 રૂપિયા થઈ ગઈ છે. બરાબર ચાર વર્ષ પહેલા એટલે કે 20 માર્ચ 2020ના રોજ આ શેરની કિંમત 5 રૂપિયાની આસપાસ હતી.


હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 1973 માં બની હતી આવી ઘટના, ધોળા દિવસે કશું નહી દેખાય
 


માત્ર એક વર્ષમાં બમણા થઈ ગયા રૂપિયા


જો આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરમાંથી રોકાણકારોને મળેલા વળતરના આ આંકડા જોઈએ તો જો કોઈ રોકાણકારે માર્ચ 2020માં આ શેરમાં માત્ર 10,000 રૂપિયાનું જ રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી રાખ્યું હોત તો તેની રોકાણ કરેલી રકમ વધીને લગભગ 2 લાખની આસપાસ થઇ ગઇ હોત. આ શેરે માત્ર ચાર વર્ષમાં જ નહીં પરંતુ માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના નાણાં બમણા કરી દીધા છે. જો છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આલોક ઇન્ડસ્ટ્રીઝ શેરે 118.55 ટકા વળતર આપ્યું છે અને શેરની કિંમત 14.70 રૂપિયા વધી છે. એટલે કે, એક વર્ષમાં આ શેરે રોકાણકારોના રૂ. 1 લાખને રૂ. 2 લાખમાં ફેરવ્યા છે.


મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા
 


તો બીજી તરફ છ મહિનાની વાત કરીએ તો ટેક્સટાઇલ કંપનીના આ પેની સ્ટોકની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે ગત થોડા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે 19 માર્ચના રોજ શેર 2.17 ટકાના ઘટાડા સાથે 27.10 રૂપિયાના સ્તર પર ક્લોઝ થયો હતો. 


NPS Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ નિયમ, PFRDA એ પહેલાં પણ કર્યા છે 5 મોટા ફેરફાર
 


કંપનીમાં Reliance ની આટલી ભાગીદારી
ટેક્સટાઇલ સેક્ટરની આ કંપનીનું માર્કેટ કેપિટલાઇજેશન 13550 કરોડ રૂપિયા છે અને વર્ષ 2020 માં  Mukesh Ambani એ પોતાના બિઝનેસનો વિસ્તાર કરતાં અધિગ્રહિત કર્યું હતું. અંબાણીની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (Reliance Industries) ની આલોક ઇંડસ્ટ્રીઝમાં 40.01 ટકા ભાગીદારી છે, જ્યારે 34.99 ટકા ભગ જેએમ ફાઇનાન્શિયલ એસેટ રિકંસ્ટ્રક્શન પાસે છે. આ કંપની ભારત જ નહી પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટ માટે પણ ક્લોથિંગ પ્રોડક્શન બનાવે  છે.