મહારાષ્ટ્ર પછી આ રાજ્યોના 70 ખેડૂતોનું દેવું ચૂકવશે બિગ બી
ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લીધી છે અને તેમને 5.5 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મુંબઇ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન મહારાષ્ટ્રની પછી હવે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું ચૂકવશે. ખેડૂતો માટે બચ્ચન તેમની ખાનગી મુલાકાત કરશે અને તેમને બેંકના પત્ર સોંપશે. બચ્ચનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ 70 ખેડૂતો માટે મુંબઇ આવવા અને બેંકના પત્ર ગ્રહણ કરવાની વ્યવસ્થા કરશે. ત્યારે ઉત્તરપ્રદેશના 1398 ખેડુતોનું 4.05 કરોડ રૂપિયાથી વધુ દેવું ચૂકવશે.
અમિતાભે ખેડૂતોનું દેવું ચૂકવવા માટે બેંક ઓફ ઇન્ડિયાની સાથે ‘ઓટીએસ: વન ટાઇમ સેટલમેન્ટ’ કર્યું છે. તેઓ 26 નવેમ્બરે ખેડૂતોની સાથે મુલાકત કરશે અને તેમને બેંકના પત્ર સોંપશે. તેના માટે તેમને 70 ખેડૂતોને મુંબઇ આમંત્રિત કર્યા છે અને તેમના માટે ટ્રેનનો એક ડબ્બો બુક કર્યો છે.
આ વિષય પર અમિતાભના પ્રવક્તાને પુછવામાં પર તેમણે પુષ્ટિ કરી હતી કે, અમિતાભ ઉત્તર પ્રદેશના 1398 ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે. તેમણે પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું ચૂકવ્યું હતું. લગભગ 70 ખેડૂતોની પસંદગી કરી તેમને ખાનગી રીતે મુંબઇ બોલાવવામાં આવ્યા છે. જ્યાં તેમને સીધા અમિતાભની તરફથી દેવા ચૂકવણી સંબંધી બેંકનો પત્ર સોંપવામાં આવશે.
થોડા સમય પહેલ, અમિતાભે તેમના બ્લોગમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લીધી છે અને તેમને 5.5 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે સંબંધિત બેંકની સાથે વાત કરી લીધી છે.
આ પહેલા, તેમણે મહારાષ્ટ્રના 350 ખેડૂતોનાની દેવા ચૂકવણી કરી હતી. અમિતાભે હાલમાં જ સરકારી એજન્સિઓના માધ્યમથી 44 એવા પરિવારોને આર્થિક સહાયતા કરી હતી, જેમના પરિવારના સદસ્યોએ દેશની માટે જીવન આપ્યું હતું.