અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવવાના ખતરાને ધ્યાનમાં રાખીને જયારે મોટાભાગના ધંધાઓ/વ્યવસાયો બંધ કરેલ છે ત્યારે અમૂલ ફેડરેશન ધ્વારા તેના ૧૮ દૂધ સંઘો સાથે સંલગ્ન ૩૬ લાખ દૂધ ઉત્પાદકો અને કરોડો ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદન, પ્રોસેસીંગ અને માર્કેટીંગની કાર્યવાહી જરૂરી સાવચેતી રાખીને ચાલુ રાખવામાં આવેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના દૂધ સંઘો ધ્વારા એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન અંદાજીત ૨૫૫-૨૬૦ લાખ લિટર દૂધ પ્રતિ દિવસ સંપાદિત કરવામાં આવે છે. દૂધ સંઘો ધ્વારા હાલમાં જે દૂધ સંપાદન કરવામાં આવે છે તે એપ્રિલ ૨૦૧૯ કરતા ૧૫% જેટલું વધારે છે. વધુમાં ગુજરાત સરકારના આદેશ મુજબ જે દૂધ ઉત્પાદકો દૂધ મંડળીઓ સાથે જોડાયેલ નથી તેમનું દૂધ પણ દૂધ મંડળી ખાતે સ્વીકારવામાં આવે છે.


દૂધ સંઘો ધ્વારા દૂધ સંપાદનમાં વધારો થયેલ છે કારણ કે ખાનગી વ્યાપારીઓ, મીઠાઇની દૂકાનદારો વિગેરે ધ્વારા હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદનની પ્રવૃત્તિ સંદતર બંધ કરવામાં આવેલ છે. ગુજરાતના દૂ્ધ સંઘો ધ્વારા તેની તમામ ૧૮૬૦૦ દૂધ મંડળીઓ અને ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે. દૂધ ઉત્પાદકોને પણ દૂધ ભરાવતી વખતે સોશીયલ ડિસ્ટેન્સીંગ રાખવા માટે અને દૂધ મંડળીમાં દૂધ ભરાવતા પહેલા હાથ સાફ કરીને જ આવુ તેવી રીતે માહિતગાર કરેલ છે. 


દૂધ સંઘના ટેન્કરો જયારે દૂધ મંડળીમાંથી દૂધ લે ત્યારે અને દૂધ સંઘમાં પ્રવેશે ત્યારે સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવે છે. દૂધ સંઘો ધ્વારા કામ પર આવતા તમામ અધિકારીઓ, મજૂર વર્ગ, ડ્રાયવરો વિગેરેના શરીરના તાપમાનની દરરોજ ચકાસણી કરવામાં આવે છે. વધુમાં તમામ સ્ટાફને સોશીયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવુ, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને માસ્ક પહેરવું પણ ફરજીયાત કરેલ છે.


દૂધ સંઘો ધ્વારા દૂધ સંપાદનમાં વધારો થવાના કારણે ગુજરાત રાજયની બહાર મિલ્ક પ્રોસેસીંગના પ્લાન્ટ ભાડે લેવવામાં આવ્યા છે. વધુમાં દૂધ સંઘમાં આવતા મજૂર વર્ગ, ડ્રાયવરો અને અન્ય સ્ટાફ માટે ડેરી ખાતે જ ચા, નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


અમૂલ ફેડરેશન દ્વારા માર્ચ ૨૦૨૦ દરમિયાન અંદાજીત ૧૪૦ લાખ લિટર પ્રતિદિવસ દૂધ પાઉચમાં વેચાણ કરવામાં આવતું હતું જે હાલમાં ઘટીને ૧૨૫ લાખ લિટર પ્રતિદિવસ થયેલ છે. દૂધના વેચાણમાં જે ઘટાડો થયેલ છે થયેલ છે તેનું મુખ્ય કારણ છે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરીંગના ધંધા હાલમાં બંધ છે અને શહરી વિસ્તારમાંથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ગયેલ છે. પાઉચ દૂધના વેચાણમાં ઘટાડો થયેલ છે પરંતુ તેની સામે પનીર, ઘી, બટર, ટ્રેટાપેક દૂધના વેચાણમાં ૧૫ થી ૫૦% જેટલો વધારો થયેલ છે.


વધુમાં દૂધની બનાવટો જેમકે આઇસ્ક્રીમ અને ફ્લેવર્ડ દૂધના વેચાણમાં અનુક્રમે ૮૫% અને ૭૦% ઘટાડો નોંધાયેલ છે.  જે અધિકારીઓ દૂધની બનાવટોના વેચાણમાં છે તેમને માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં અમૂલના તમામ ૧૦૦૦૦ જેટલા પાર્લરો  ઉપર સોશીયલ ડિસ્ટેન્સીંગ જાળવાય તેવી કાળજી રાખવામાં આવે છે. આ વિકટ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં સહકારી ડેરી ઉદ્યોગ દ્વારા માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતના રાહત ફંડમાં કુલ રૂા.૧૫ કરોડ જેટલું અનુદાન આપવામાં આવેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર