ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં ડેરી ઉત્પાદકોમાં ફેમસ બ્રાન્ડ અમૂલે (Amul) નવુ સોડાયુક્ત પીણું લોન્ચ કર્યું છે. ‘TRU SELTZER’ નામે મજેદાર ડ્રિંક લેમન અને ઓરેન્જ બંને ટેસ્ટમાં લોન્ચ કરાયું છે. તેમાં દૂધ ઉપરાંત ફળનો રસ અને કાર્બોનેટેડ ઠંડા પીણામાં વપરાયા ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમૂલે કહ્યું કે, આ ભારતનું પહેલું સેલ્ટરસ છે. અમૂલ ટ્રુ સેલ્ટરસ હાલ લીંબુ અને નારંગીના બે ટેસ્ટમાં ઉપબલ્ધ છે. આ આમૂલ ટ્રુ સેલ્ટરસના 200 મિલીમીટર બોટલની કિંમત 15 રૂપિયા રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરેન્જ સેલ્ટરસમાં 10 ટકા સંતરાનો રસ હોય છે. અમૂલે દાવો કર્યો કે, તેમા કોઈ આર્ટિફિશ્યલ રંગ કે સ્વાદ નથી. માત્ર 10 ટકા ખાંડને અલગથી મિક્સ કરવામાં આવી છે. આ રીતે લેમન સેલ્ટરસમાં 5 ટકા લીંબુનો રસ અને 9 ટકા ખાંડ છે. તે તમામ વર્ગના લોકો માટે છે. 


[[{"fid":"288232","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"amul_seltzer_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"amul_seltzer_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"amul_seltzer_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"amul_seltzer_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"amul_seltzer_zee2.jpg","title":"amul_seltzer_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ બંને પ્રોડક્ટ હાલ ગુજરાતમાં અવેલેબલ છે. જલ્દી જ સમગ્ર ભારતમાં તેનુ વેચાણ શરૂ કરાશે. તેના બાદ અમૂલ જલ્દી જ કોલા, જીરા અને એપ્પલ જેવા નવી વેરાયટીના સોલ્ટરસ પણ લોન્ચ કરશે. 


સેલ્ટરસ ક્યાંથી શરૂ થયું  
વિદેશોમાં બહુ જ ફેમસ છે. ખાસ કરીને જર્મનીના એક શહેર નિડરલેસના લોકોએ 1787માં તેને બનાવ્યું હતુ. કાર્બોનેટેડ પાણીને બોટલમાં વેચવામાં આવતું હતું. તેના બાદ અમેરિકનોએ તેને
સેલ્ટરસ નામ આપ્યું. 100 વર્ષ પહેલા, 19મી શતાબ્દીમાં લોકોની બીમારી દૂર કરવા તાજગીભર્યું અને ટોનિકના રૂપમાં દૂધમાં સેલ્ટરસ મિક્સ કરવાનું શરૂ કરાયું હતું.