લાલજી પાનસુરીયા/આણંદ :૭ હજાર કરોડ ઉપરાંતનુ ટર્નઓવર કરી સહકારી માળખું ધરાવતી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (Amul)ના ચૂંટણી નિયામક મંડળની આજે ચૂંટણી યોજાઈ રહી છે. અમૂલના 12 ડિરેક્ટર માટે આ ચૂંટણી (amul election) યોજાઈ રહી છે. સવારે 9 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. 1049 દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિઓ આજે મતદાન કરશે. જેમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 1200 મંડળીઓમાંથી મતદારો મતદાન કરવા આણંદ અમૂલ ડેરીમાં આવશે. 11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે ત્રિપાંખિયા જંગના કારણે ચૂંટણીમાં પરિવર્તન આવે છે કે પુનરાવર્તન થાય છે તેના પર સૌની નજર છે. 12 બેઠકો પૈકી અગાઉ ઠાસરા બ્લોકમાં ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ બન્યા હતા. તો બોરસદ બ્લોકમાં હરિફ ઉમેદવારે ટેકો જાહેર કરતા એકમાત્ર ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમારની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત આણંદ, પેટલાદ અને માતર બ્લોકની બેઠકોના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. 


ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા, માતરના બીજેપીના ધારાસભ્ય કેસરીસિંહ, બોરસદ કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. ડિરેક્ટર્સની માટેની ચૂંટણી હોવાથી અમૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણી આણંદ પ્રાંત અધિકારીની દેખરેખ નીચે કરવામાં આવી રહી છે.  કુલ 13 મંડળની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને 12 માંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થઈ રહી છે.


આણંદ બેઠક પર સૌથી વધુ 5 ઉમેદવારો બેઠકમાં છે. જેમાં કોગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપમાંથી ગોવિંદ પરમાર મેદાને છે. આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયનના નટરવરસિંહ ચૌહાણ પણ ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં ગોપાલ પુરામાંથી
શિવાભાઈ પરમાર મેદાનમાં છે. કોગ્રેસમાંથી ખાંધલીના સરપંચ ભરતભાઈ સોલંકીએ ઉમેદવારી નોધાવી છે. કઠલાલ બેઠક પર કોગ્રેસમાંથી ઘેલાભાઈ ઝાલા, અને ત્રણ અન્ય ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મહેમદાવાદ, વિરપુર, ખંભાત, અને માતર બેઠક પર
ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. તો પેટલાદ, બાલાશિનોર, કપડવંજ, નડિયાદ, બેઠક પર બે ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો છે. જોકે, સૌની નજર આ વખતે કોગ્રેસ પ્રેરિત સહકારી પેનલ જીતે છે કે નહિ તેના પર આધારે થશે. 


પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવું ભારે પડ્યું પતિને, 8 વર્ષના બાળકે ખોલી પોલ


  • ચૂંટણી માટે 11 મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે. 

  • અમૂલ ડેરીના કેમ્પસમાં જ એક જનરલ વેઇટીંગ મંડપ બનાવવામાં આવ્યો છે. જ્યાં 200 થી વધુ વ્યકિતઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનના પાલન સાથે બેસી શકશે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. 

  • ડેરીના જુદા જુદા 5 બિલ્ડીંગોમાં 11 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. 

  • આ પાંચેય બિલ્ડીંગોમાં પ્રવેશ કરતા અગાઉ સેનેટાઇઝ ટનલ બનાવવામાં આવી છે. ટનલમાંથી પસાર થયા બાદ જ મતદાર જે-તે મતદાન મથકમાં પ્રવેશી શકશે.

  • 1049 મતદારો મતદાન કરે તેવી વ્યવસ્થાઓ ઉભી કરી દેવાઈ


આણંદ બૂથ પર કુલ મતદાર ૧૦૭, ખંભાત કુલ ૯૮, બોરસદ કુલ ૯૪, બાલાસિનોર કુલ ૮૬, કઠલાલ કુલ ૯૮, કપડવંજ કુલ ૯૮, મહેમદાવાદ કુલ ૧૦૦,  માતર કુલ ૮૮, નડીયાદ કુલ ૧૦૧, વિરપુર કુલ ૮૮ સહિત ૧૦૪૯ મતદારો સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન કરી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે. 


કોઈ નવું ઘર ખરીદવા તૈયાર નથી, કોરોનાએ બિલ્ડરોને રાતોરાત રડતા કરી દીધા