ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ...

કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું 

ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ...

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ કોરોનાના કહેર વચ્ચે ફરીથી સપડાયુ છે. કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં આવેલ આબુ રોડમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આમ, ગુજરાતીઓ હવે એક માઉન્ટ આબુ જતા પહેલા આ સમાચારને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું પડશે. કોરોના સંક્રમણને પગલે અગાઉ ચાર મહિના સુધી માઉન્ટ આબુ સહેલાણીઓ માટે બંધ કરાયું હતું. તેથી જ્યારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. તો બીજી તરફ, આબુ રોડ પર કોરોનાના કેસને કારણે ફરી એકવાર સ્થાનિક માર્કેટને ફટકો પડી શકે છે. 

ખોટા સમાચાર વહેતા થયા 
જોકે, માઉન્ટ આબુના લોકડાઉનને લઈને ખોટા સમાચાર વહેતા થયા હતા. જેને કારણે માઉન્ટ આબુના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં કોઈ લોકડાઉન લાગુ નથી કરાયું. માત્ર આબુ રોડ પર જ 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન મૂકાયું છે. માઉન્ટ આબુ પર્યટકો માટે ખુલ્લુ છે. માઉન્ટ આબુમાં કોરોના વાયરસની સ્થિતિ સંતોષજનક છે. અહીં 0% કોરોના કેસ છે. 

 

કોઈ નવું ઘર ખરીદવા તૈયાર નથી, કોરોનાએ બિલ્ડરોને રાતોરાત રડતા કરી દીધા

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદના કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદના કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે. માઉન્ટઆબનું નક્કીલેક છલકાતા સર્જાયા રમણીય દ્રશ્યો સર્જાયા છે. માઉન્ટઆબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ હવે તેઓ આ નજારો નહિ માણી શકે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર હાલ પર્યટકોની ભીડ જામેલી છે. કોરોના સંક્રમણને લઈને લગભગ 4 મહિનાથી લોક થયેલું પર્યટન આ વિકેન્ડ અનલોક નજર આવી રહ્યું છે. જન્માષ્ટમીથી સતત માઉન્ટ આબુમાં મુસાફરોની આવનજાવન ચાલુ છે. તો ગત દિવસોમાં રીમઝીમ અને તેજ વરસાદથી અહીંનું મોસમ ચારે કળાએ ખીલ્યું છે. પહાડીઓમાંથી ઝરણાં વહી રહ્યાં છે. જેનો લ્હાવો અહી પહોંચી રહેલા મુસાફરો લઈ રહ્યાં છે. આ દરમિયાન નક્કી લેક, અચલગઢ, ગુરુશિખર અને દેલવાડા સહિત વિવિધ ક્ષેત્રોમાં પર્યટકોની દિવસભર ભીડ રહે છે. વાહન પાર્કિંગ અભાવે પણ મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈન લાગેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news