નવી દિલ્હી: દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રા તાજેતરમાં પોતાના દિલસ્પર્શ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે નવા નવા ટેલેન્ટને પ્રોત્સાહિત કરતા રહે છે. તેની સાથે તેઓ દરેક સંભવ મદદ કરવાની કોશિશ પણ કરે છે. સોશિયલ સાઈટ્સ પર તેમની ટ્વીટ અને પોસ્ટ પર લોકોનું ધ્યાન ખેંચાઈ જ જાય છે. હાલમાં તેમને હિમાલયનો એક ખુબસૂરત વીડિયો શેર કર્યો છે, જેણે જોઈને તમામ લોકોનું દિલ ભરાઈ આવ્યું છે અને ખુશ થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360 ડિગ્રી વ્યૂ. કેટલાક પ્રસંગોએ જ્યારે તમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, ત્યારે તે વિચારવામાં મદદ કરે છે કે તમે એવરેસ્ટ પર છો અને ત્યાંથી વિશ્વની સ્પષ્ટ તસવીર નજરે પડી રહી છે અને તેનાથી મોટી તસવીરને જોવામાં સરળતા થઈ જાય છે.


7th Pay Commission: રેલવે કર્મચારીઓને આ મહિને થશે 'બખ્ખા', 14 લાખ લોકોને મળશે સીધો ફાયદો


વીડિયોમાં ચારેબાજુ બરફની ચાદરથી ઢંકાયેલા પ્રહાડો નજરે પડી રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો યૂઝર્સને ખુબ જ પસંદ પડી રહ્યો છે. આ પહેલી વખત નથી કે તેમની કોઈ ટ્વીટ પર લોકોનું દિલ આવ્યું ન હોય. આનંદ મહિન્દ્રા ઘણીવખત પોતાની ટ્વીટ મારફતે લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે અને પ્રેરણાદાયી પોસ્ટ શેર કરે છે.


Milk Price Hike: મોંઘવારીમાં વધુ એક કમરતોડ ફટકો! ફરી વધશે દૂધના ભાવ, Amul ના એમડીએ જણાવ્યું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube