Milk Price Hike: મોંઘવારીમાં વધુ એક કમરતોડ ફટકો! ફરી વધશે દૂધના ભાવ, Amul ના એમડીએ જણાવ્યું કારણ

Milk Price Hike: અમૂલના એમડી આર.એસ. સોઢી (RS Sodhi) એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અહીંથી દૂધની કિંમતોમાં ઘટાડો થઈ શકે તેમ નથી, પરંતુ આગામી સમયમાં વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંઘે છેલ્લા બે વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં 8 ટકાનો વધારો કર્યો છે.

Milk Price Hike: મોંઘવારીમાં વધુ એક કમરતોડ ફટકો! ફરી વધશે દૂધના ભાવ, Amul  ના એમડીએ જણાવ્યું કારણ

નવી દિલ્હી: હાલમાં મોંઘવારીએ દેશના તમામ લોકોની કમર તોડી નાંખી છે. લોકો ગમે તેમ કરીને બે છોડા ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર માઠા સમાચાર મળી રહ્યા છે. સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. જોકે, અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થવાના અણસાર મળી રહ્યા છે. અમૂલ કંપનીના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે એનર્જી, રસદ અને પેકેજિંગ ખર્ચમાં વધારો થવાના કારણે અમૂલ દૂધની કિંમતો ફરી એકવાર વધી શકે છે. જોકે, તેમણે એવું સ્પષ્ટ કર્યું નથી કે આ વખતે કેટલો ભાવ વધશે. તમને જણાવી દઈએ કે અગાઉ 1 માર્ચ 2022ના રોજ અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

ફરી વધશે દૂધના ભાવ 
અમૂલના એમડી આર.એસ. સોઢી (RS Sodhi) એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અહીંથી દૂધની કિંમતોમાં ઘટાડો થઈ શકે તેમ નથી, પરંતુ આગામી સમયમાં વધશે. સોઢીએ જણાવ્યું હતું કે સહકારી સંઘે છેલ્લા બે વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં 8 ટકાનો વધારો કર્યો છે. તેમાં ગત મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો પણ સામેલ છે. સોઢીની વાત પરથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થઈ શકે છે.

ખેડૂતો માટે ફાયદો
સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના ઉદ્યોગમાં મોંઘવારી ચિંતાનું કારણ નથી કારણ કે તેનાથી ખેડૂતોને ઉત્પાદનના ઊંચા ભાવનો ફાયદો મળી રહ્યો છે. સોઢીએ જણાવ્યું હતું કે, “અમુલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્યની સરખામણીમાં અથવા ઈનપુટ ખર્ચમાં વધારાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત છે. બીજી તરફ એનર્જીના ભાવમાં ત્રીજા ભાગથી વધુનો વધારો થયો છે જે કોલ્ડ સ્ટોરેજના ખર્ચને અસર કરે છે. એજ રીતે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ વધારો થયો છે અને તે જ રીતે પેકેજિંગના કિસ્સામાં પણ વધારો થયો છે. આ દબાણને કારણે માર્ચ મહિનામાં દૂધના ભાવમાં 1 થી 2 રૂપિયાનો વધારો થયો છે.

પ્રોફિટ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ્ય નથી
સોઢીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન દૂધમાંથી ખેડૂતોની આવકમાં લિટરે 4 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે, ઘણી સમસ્યાઓના કારણે કંપનીના નફામાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ અમૂલ આવા દબાણોથી ડરતું નથી કારણ કે પ્રોફિટ એ સહકારીનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. અમૂલ દ્વારા કમાતા એક રૂપિયામાંથી 85 પૈસા ખેડૂતોને મળે છે. એટલે કે અમૂલના નફામાં ખેડૂતોને મહત્તમ મહત્વ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news