Anant Ambani Weight Gain: ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની અવિશ્વસનિય વેઈટ લોસ જર્ની ખરેખર તો બધા માટે એક પ્રેરણા જેવી હતી. તેમણે 18 મહિનામાં 108 કિલો વજન ઓછું કર્યું હતું. તે સમયે અનંત અંબાણીનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને બધા ચોંકી ગયા હતા. તેમના ખુબ વખાણ પણ થયા હતા. પરંતુ હાલમાં જ્યારે સગાઈ થઈ ત્યારે તેમના ફોટા જોઈને દરેક અચંબિત થઈ ગયા કારણ કે તેમનું વજન પાછું વધી ગયું. શું તેમની લાઈફસ્ટાઈલ ખરાબ હતી કે ફચી કઈક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાના કારણે તેમનું વજન વધી ગયું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીના માતા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર ગંભીર અસ્થમાથી પીડિત છે અને તેઓ હેવી સપ્લીમેન્ટ્સ લે છે. તેમણે કહ્યું કે અનંત અત્યાધિક દમની બીમારીથી પીડાતો હતો એટલે અમારે તેને ઘણા બધા સ્ટેરોઈડ પર મૂકવો પડ્યો, જેના કારણે તેનું વજન ફરીથી વધી ગયું. અત્રે જણાવવાનું કે અસ્થમાના ઈલાજ માટે સ્ટેરોઈડનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કેટલાક લોકોનું વજન વધી જાય છે. સ્ટેરોઈડ દવાઓનો ઉપયોગ શ્વસનનળીઓને ખોલવા માટે અને તેમને વિસ્તાર કરવામાં મદદ કરે છે જેના કારણે શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સમાં વજન વધવું પણ સામેલ છે. સ્ટેરોઈડ દવાઓના ઉપયોગથી મેટાબોલિઝમની ગતિ ઘટી જાય છે જેના કારણે પાચન શક્તિ નબળી પડે છે. તેનાથી ફૂડ સામગ્રી શરીરમાં ભેગી થાય છે જે વજન વધવાનું કારણ  બનતું હોય છે. 


શું હું બ્રેડના પેકેટમાં બ્રેડનો છેલ્લો અને પહેલો ટુકડો ખાઈ શકું? કે પછી ફેંકી દેવો


વાસી રોટલીના છે અઢળક ફાયદા!, શુગરથી લઈને પાચનક્રિયા સુધારવાની સરળ રીત...ખાસ જાણો


દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને? જાણો દૂધ પીવાની સાચી રીત અને તેના ફાયદા


18 મહિનામાં 108 કિલો કર્યું હતું ઓછું
અનંત અંબાણીએ 2016માં બોડી ટ્રાન્સફોર્મ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમની અવિશ્વસનિય વેઈટ લોસ જર્નીથી અનેક લોકો પ્રભાવિત થયા હતા. તેમણે 18 મહિનામાં લગભગ 108 કિલો વજન ઓછું કર્યું હતું. અનંતના બોડી ટ્રાન્સફોર્મેશનમાં તેમની માતા નીતા અંબાણીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે અનંત રોજ 5-6 કલાક કસરત કરતો તો જેમાં 21 કિલોમીટર વોક, વેઈટ ટ્રેઈનિંગ, યોગ, ફંક્શનલ ટ્રેનિંગ, અને હાઈ ઈન્ટેન્સિટી એક્સસાઈઝ સામેલ હતી. વેઈટ લોસ જર્ની દરમિયાન અનંતના ડાયટમાં તાજા શાકભાજી, દાળ, સ્પ્રાઉટ અને ડેરી પ્રોડક્ટ (પનીર-દૂધ) સામેલ હતા. તે દરમિયાન અનંતે જંક ફૂડ્સ ખાવાનું પણ છોડી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube