નવી દિલ્હીઃ રિલાયન્સ પાવરે બુધવારે કહ્યું કે ઓછી આવક અને વધુ ખર્ચને કારણે જૂન ક્વાર્ટરમાં તેનું ચોખુ નુકસાન વધીને 296.31 કરોડ રૂપિયા થઈ ગયું. કંપનીએ શેર બજારને આપેલી માહિતીમાં કહ્યું કે એક વર્ષ પહેલા આ ક્વાર્ટર દરમિયાન તેને 160.79 કરોડ રૂપિયાનો ચોખું નુકસાન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીની કુલ આવક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 1958.72 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 2144.97 કરોડ રૂપિયા હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો ખર્ચ વધીને 2182.69 કરોડ રૂપિયા થયો, જે એક વર્ષ પહેલા આ સમાન ક્વાર્ટરમાં 2145.90 કરોડ રૂપિયા હતો. 


આ પણ વાંચોઃ IPO News: આગામી સપ્તાહે ખુલી રહ્યો છે વધુ એક કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 166 રૂપિયા


સ્ટોકે કર્યાં કંગાળ
23 મે 2008ના કંપનીના એક શેરનો ભાવ 274 રૂપિયાની આસપાસ હતો. જ્યારે બુધવારે તે 18 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે પોઝીશનલ ઈન્વેસ્ટરોને આ 15 વર્ષ દરમિયાન ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ છેલ્લા છ મહિના શાનદાર રહ્યાં છે. આ દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 55 ટકાની તેજી જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube