નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અવગણના કેસમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને દોષી ગણાવ્યા છે. એરિક્સન (Ericsson)ની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે અંબાણીને ચાર અઠવાડિયામાં એરિક્સનને 453 કરોડ રૂપિયા આપવા પડશે. જો નક્કી સમયમાં આ રકમ ચૂકવવામાં નહી આવે તો ત્યારબાદ ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો


ઉલ્લેખનીય છે કે આ પહેલાં રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom)ના ચેરમેન અનિલ અંબાણી એરિક્સન ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી કોર્ટની અવગણના સંબંધી અરજીમાં 12 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા હતા. એરિક્સનનો આરોપ છે કે આરકોમે રિલાયન્સ જિયો (Reliance Jio)ને પોતાની સંપત્તિ વેચી છે છતાં હજુસુધી તેના 550 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા 23 ઓક્ટોબરના રોજ આપવામાં આવેલા આદેશમાં રિલાયન્સ કોમ્યુનિકેશનને એરિક્સન ઇન્ડિયાનું બાકી દેણું 15 ડિસેમ્બર સુધી ક્લિયર કરવા માટે કહ્યું હતું. સાથે જ ચૂકવણીમાં મોડું કરતાં 12 ટકાના દરે વ્યાજ આપવાની વાત કહી હતી. 


કસ્ટડીમાં રાખવાની પણ માંગ કરી હતી
રિલાયન્સ દ્વારા નક્કી તારીખે ચૂકવણી નહી કરવામાં આવતાં એરિક્ને સુપ્રીમ કોર્ટને કહ્યું કે 'કોટના ધ્યાનમાં લાવવામાં આવી રહ્યું છે કે પ્રતિવાદીએ આદેશ અનુસાર 550 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું નથી. એરિક્સન દ્વારા આપવામાં આવેલી અરજીમાં અનિલ અંબાણી અને બે અન્ય વિરૂદ્ધ અવગણનાની કાર્યવાહી શરૂ કરવાની સાથે જ તેમને બાકી દેણું ન ચૂકવે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી.

જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન


સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા થયેલા 131 કરોડ
કંપનીએ કહ્યું હતું કે આરકોમે સંપત્તિઓનું વેચાણ કર્યું પરંતુ મળેલી રકમમાંથી બાકી દેણું ચૂકવ્યું નથી અને તેને ખોટી રીતે પોતાની પાસે રાખ્યું છે. કંપનીએ અનિલ અંબાણી, રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના ચેરમેન સતીશ સેઠ અને રિલાયન્સ ઇંફ્રાટેલ લિમિટેડના ચેરપર્સન છાયા વિરાનીને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવાની પણ ગૃહ મંત્રાલય પાસે માંગી કરી છે. જાન્યુઆરીની શરૂઆતમાં આરકોમે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં 131 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.