Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો

Mahindra એ તાજેતરમાં જ પોતાની નવી કોમ્પેક્ટ એસયૂવી XUV300 લોન્ચ કરી છે. કંપની હવે Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન લાવવાની તૈયારીમાં છે. ઇલેક્ટ્રિક એક્સયૂવી300 ને 2020 ના અંત સુધી લોન્ચ કરવામાં આવશે. S210 કોડનામ વાળી આ ઇલેક્ટ્રિક એસયૂવી બે વેરિએન્ટ (સ્ટાડર્ડ અને લોન્ગ રેંજ)માં આવશે. 
Mahindra XUV300 launched in India: Check price and features
નવી કારની ખરીદી પર મોદી સરકાર આપશે 2.5 લાખની સબસિડી, વિગતો માટે કરો ક્લિક

ઇલેક્ટ્રિક એક્સયૂવી300 માં 380 વોલ્ટની બેટરી આપવામાં આવી શકે છે. એકવાર ચાર્જ કરતાં આ ઇલેક્ટ્રિક 200 કિલોમીટરનું અંતર કાપશે. તેનું લોન્ગ રેંજ વેરિન્ટ 350-400 કિલોમીટર સુધીની રેંજ આપશે. તેની ટોપ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હશે. બેટરીની વાત કરીએ તો મહિંદ્વા અને એલજી વચ્ચે એડવાંસ્ડ Li-ion બેટરી ટેક્નોલોજી ક્ષેત્રમાં થયેલી ભાગીદારી તેમાં મહત્વપૂર્ણ હશે.  

મહિંદ્વા એક્સયૂવી300ના ઇલેક્ટ્રિક વર્જનની ડિઝાઇનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહી. જોકે તેની કિંમત વધુ રહેવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે એક્સ201 કોડનામવાળી આ ઇલેક્ટ્રિક એસયૂવીની કિંમત 20 લાખની આસપાસ હશે.

એક્સયૂવી300 ના ઇલેક્ટ્રિક વર્જન પહેલાં ભારતમાં હ્યુંડાઇ કોના અને આઉડી ઇ-ટ્રોન જેવી એસયૂવી પણ લોન્ચ થવાની છે. આ બંને ઇલેક્ટ્રિક એસયૂવી આ વર્ષે ભારતીય બજારમાં ઉતારવામાં આવી શકે છે. આઉડી ઇ-ટ્રોનની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news