અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું
અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણીની સાથે-સાથે અન્ય ચાર લોકોએ પણ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
નવી દિલ્હીઃ બીજા ક્વાર્ટરમાં 30,142 કરોડના મોટા નુકસાન બાદ અનિલ અંબાણીએ (anil ambani) રિલાયન્સ કોમ્યુનિકેશનના (reliance communications) ડાયરેક્ટર પદેથી (director post) રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણીની (anil ambani) સાથે-સાથે મોટા પદો પર રહેલા ચાર અન્ય અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધું છે. રિલાયન્સ કોમ્યુનિકેશન (reliance communications) ઇન્સોલવેન્સીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને કંપનીની સંપત્તિ વેંચાવાની છે.
BSEને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અનિલ અંબાણી સિવાય છાયા વિરાણી, રાયના કરાણી, મંજરી કૈકર અને સુરેશ રંગાચરે ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા વી. મણિકાંતને ડાયરેક્ટર અને સીએફઓ ઓફિસના પદેથી રાજીનામું આપ્યું હતું.
શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશનના બીજા ક્વાર્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બીજા ક્વાર્ટરમાં કંપનીને કુલ 30,143 કરોડ રૂપિયાની ખોટ દર્શાવવામાં આવી હતી. આ રિપોર્ટ આવ્યા બાદ RComના શેર 3.28 ટકા ઘટીને 59 પૈસા પ્રતિ શેર પર બંધ થયા હતા. મહત્વનું છે કે, પાછલા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીને 1141 કરોડનો ફાયદો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube