Love Rashifal 27 November: આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!

Love Rashifal 27 November 2024: પ્રેમનો ગ્રહ શુક્ર દેવ આવતીકાલે કઈ રાશિઓ પર મહેરબાન થશે, તે જાણવા માટે વાંચો 27 નવેમ્બરની પ્રેમ કુંડળી. આ સાથે જ તમને તમારો લકી કલર અને બુધવારનો શુભ અંક પણ જાણવા મળશે.

Love Rashifal 27 November: આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!

Love Rashifal 27 November 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર દેવનું વિશેષ સ્થાન છે, જે પ્રેમ માટે કારક ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ શુક્ર પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે ત્યારે તેના પ્રભાવથી 12 રાશિઓના પ્રેમ જીવનમાં પરિવર્તન આવે છે. આ સિવાય સમયાંતરે શુક્રના ગોચર કરવાથી અશુભ અને શુભ યોગ પણ બને છે, જેની અસર દરેક વ્યક્તિના પ્રેમ જીવન પર જોવા મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ, આવતીકાલે, 27 નવેમ્બર 2024, બુધવાર, માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષનો બારમો દિવસ છે. સાથે આયુષ્માન યોગ બની રહ્યો છે, જેની અસર 12 રાશિઓના પ્રેમ જીવનને અસર કરશે. ચાલો જાણીએ કે આ યોગ તમારા માટે શુભ રહેશે કે અશુભ.

મેષ રાશિ
આવતીકાલનો દિવસ એવા યુગલો માટે યાદગાર બની રહેશે જેઓ પરિણીત છે અને કમિટેડ રિલેશનશિપમાં છે. તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાથી જૂની યાદો તાજી થશે. આ સિવાય તમને માનસિક શાંતિ મળશે. અવિવાહિત લોકોના સંબંધ પણ દિવસ પૂરો થતાં પહેલા ફાઇનલ થઈ શકે છે.

  • શુભ રંગ- ભૂરો
  • શુભ અંક- 4

વૃષભ રાશિ
જે લોકો અવિવાહિત છે, તેમની કાલે મુલાકાત તેમના સોલમેટ સાથે થઈ શકે છે. પરિણીત અને કમિટેડ રિલેશશિપમાં રહેલા કપલની વચ્ચે ચાલી રહેલી પરેશાનીઓ ખતમ થઈ જશે. પાર્ટનરની સાથે સમય વિતાવવાથી ખુશી મહેસૂસ થશે.

  • શુભ રંગ-ગુલાબી
  • શુભ અંક- 8

મિથુન રાશિ
જો તમે કમિટેડ રિલેશશિપમાં છો અથવા તો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો કાલનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. કપલની વચ્ચે પ્રેમ મજબૂત થશે. તેના સિવાય બપોર બાદ ક્યાંક બહાર જવાનો પણ પ્લાન બની શકે છે.

  • શુભ રંગ- લીલો
  • શુભ અંક- 2

કર્ક રાશિ
રિલેશનશિપમાં રહેલા લોકોના માતા પિતા તેમના સંબધ વિશે માની જશે, જેના કારણે કાલનો દિવસ યાદગાર બનશે. પરિણીત કપલને પણ એકલામાં સમય વિતાવવાનો ભરપૂર મોકો મળશે, જેનાથી તમારા બન્નેની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

  • શુભ રંગ- ગુલાબી
  • શુભ અંક- 5

સિંહ રાશિ
પરણિત અને કમિટેડ રિલેશનશિપમાં રહેલા કપલની વચ્ચે કોઈ અન્ય વ્યક્તિના કારણે પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે. જો તમે ધૈર્યથી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ ના કર્યો તો સંબંધ તૂટી પણ શકે છે.

  • શુભ રંગ- પીળો
  • શુભ અંક- 9

કન્યા રાશિ
જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો કાલનો દિવસ તમારા માટે યાદગાર રહેનાર છે. પાર્ટનરની સાથે ડેટ પર જવાનો પ્લાન બનશે. રિલેશનશિપમાં રહેલા લોકો માટે પણ કાલનો દિવસ સોનેરી બની રહેવાનો છે. સાથીની સાથે સમય વિતાવવાનો સારો એવો સમય મળશે.

  • શુભ રંગ- નારંગી
  • શુભ અંક- 3

તુલા રાશિ
જે લોકોના માતા પિતા તમારા લગ્ન માટે સંબંધ શોધી રહ્યા છે, તો તેમણે જલ્દીથી ખુશખબરી મળવાની સંભાવના છે. પરિણીત અને કમિટેડ રિલેશનશિપમાં રહેલા કપલની વચ્ચે આવેલી કડવાહટ પુરી થશે. એકલામાં સમય વિતાવવાથી ગેરસમજ દૂર થશે.

  • શુભ રંગ- ઓરેન્જ
  • શુભ રંગ- 7

વૃશ્વિક રાશિ
કાલનો દિવસ પરિણીત અને રિલેશનશીપમાં રહેલા કપલના હિતમાં નહીં રહે. જૂની વાતોને લઈને પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે, જેનાથી નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પડશે. સિંગલ જાતકોની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી, જેના કારણે હાલ વિવાહનો યોગ બની રહ્યો નથી.

  • શુભ રંગ- નીલા
  • શુભ અંક-9

ધન રાશિ
સિંગલ જાતકોની મુલાકાત દિવસ પુરો થયા પહેલા તેમના સોલમેટ સાથે થઈ શકે છે. પરિણીત અને કમિટેડ રિલેશનશિપમાં રહેલા કપલનો કાલનો દિવસ યાદગાર રહેનાર છે. પાર્ટનરની અમુક વાતોની અવગણના કરશો તો દિવસ અનુકૂળ રહેશે.

  • શુભ રંગ- આસમાની
  • શુભ અંક- 5

મકર રાશિ
છેલ્લા કેટલાક દિવસોમાં તમારે તમારા પાર્ટનર સાથે ઝઘડો થયો છે તો તેના વિશે પાર્ટનર સાથે વાત કરવા માટે આ સમય યોગ્ય નથી. અન્યથા તમારા બન્નેનો સંબંધ હંમેશાં માટે તૂટી શકે છે. સિંગલ જાતકોની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય નથી, જેના કારણે વિવાહનો યોગ બની રહ્યા નથી.

  • શુભ રંગ- ગુલાબી
  • શુભ અંક- 2

કુંભ રાશિ
પરિણીત અને કમિટેડ રિલેશનશિપમાં રહેલા જાતકને પાર્ટનર તેમણે સરપ્રાઈઝ આપવા માટે ક્યાંક બહાર લઈને જઈ શકે છે. એકલામાં પાર્ટનરની સાથે સમય વિતાવવાથી તેને સારી રીતે જાણવાનો મોકો મળશે, જેનાથી પ્રેમ મજબૂત બનશે અને સંબંધમાં મીઠાસ આવશે. સિંગલ જાતકોનો સંબંધ પરિવારજનોના આર્શીવાદથી પાક્કો થઈ શકે છે.

  • શુભ રંગ- ભૂરો
  • શુભ અંક- 8

મીન રાશિ
જો તમે કોઈને પસંદ કરો છો, તો કાલે તેણે પ્રપોઝ કરવા માટે સૌથી યોગ્ય દિવસ છે. આશા છે કે તે તમને હા કરી દેશે. પરિણીત અને કમિટેડ રિલેશનશિપમાં રહેલા કપલ માટે કાલનો દિવસ યાદગાર રહેનાર છે. મૂવી ડેટ પર જવાનો પ્લાન બની શકે છે.

  • શુભ રંગ- લીલો
  • શુભ અંક- 4

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news