Twitter Update: ટ્વીટરના માલિક એલન મસ્કે મીડિયા પ્રકાશકો માટે મોટી ઘોષણા કરી છે. એલન મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આગામી મહિનાથી ટ્વિટર પર ન્યુઝ વાંચવા માટે યુઝર છે પેમેન્ટ કરવું પડશે. એટલે કે યુઝર એન્ડ યુઝ વાંચવા હશે તો પૈસા આપવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો


Indian Railways: તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારના સભ્ય કરી શકે છે મુસાફરી


આ 5 ભુલના કારણે અનિલ અંબાણીને થયું ભારે નુકસાન, ડુબી ગઈ 42 અરબ ડોલરની સંપત્તિ


મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આગામી મહિનાથી ટ્વિટર યુઝરને પ્રતિ લેખના આધારે પૈસા ખર્ચ કરવા પડશે. યુઝર્સ માટે મંથલી સબસ્ક્રીપ્શન વિકલ્પ પણ આપવામાં આવશે. જેમાં યુઝરે ન્યુઝ વાંચવા માટે પેમેન્ટ કરવું પડશે. આ અંગેની જાણકારી એલન મસ્કે ટ્વીટ કરીને આપી હતી. મસ્કે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ઘણા લોકો માટે આવકનો મહત્વપૂર્ણ સોર્સ બનશે. સાથે જ લોકો યુઝર્સને સારું કન્ટેન્ટ આપવા માટે પણ લોકો મજબૂર થશે. 



મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ ટ્વીટરે બધા જ યુઝર્સ ની પ્રોફાઇલમાંથી બ્લુટીક વેરીફાઈ હટાવી દીધું હતું. જેને લઈને જોરદાર ચર્ચાઓ થઈ હતી. હવે ટ્વીટર પર બ્લુટીક મેળવવા માટે હવે ખર્ચ કરવો પડે છે.. તેવામાં વધુ એક નવી જાહેરાત એલન મસ્કે કરી છે. જે અંતર્ગત ટ્વીટર પર ન્યુઝ વાંચવા માટે હવે યુઝર્સે સબસ્ક્રીપ્શન  લેવું પડશે અને પૈસા આપવા પડશે.