હૈદરાબાદ : એપ્પલે અહીં પોતાના વિકાસ કેન્દ્ર માટે 3500 કર્મચારીઓની નિયુક્તિ કરી છે. તેલંગાણા સરકારે એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે (22 ઓગષ્ટ) જણાવ્યું કે, કંપનીનો ઇરાદો અંતત: આ કેન્દ્રમાં પોતાના કર્મચારીઓની સંખ્યા 5000 કરવાનો છે. તેલંગાણાના મુખ્ય સચિવ આઇટી અને ઉદ્યોગ જયેશ રંજને કહ્યું કે, એપ્પલે હૈદરાબાદના વિકાસ કેન્દ્ર માટે 3500 લોકોની નિયુક્તિ કરી છે. કુલ થઇને કંપની 5000 નિયુક્તિઓ કરશે. જો કે તેના માટે કોઇ સમય સીમા નિશ્ચિત કરવામાં આવી નથી. 
4000 રોજગારની તક નવી સર્જાશે

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યૂપર્ટિનો, કૈલિફોર્નિયાની ટેક્નોલોજી કંપનીએ ગત્ત વર્ષે મે મહિનામાં આ વિકાસ કેન્દ્રની શરૂઆત કરી હતી. આ કેન્દ્ર પર કંપની પોતાનાં ઉત્પાદનો... આઇફોન, આઇપેડ, મેક અને એપ્પલ વોચ માટે મેપ્સનો વિકાસ કરશે. કંપનીએ તે સમયે કહ્યું હતું કે આ કેન્દ્ર પર રોકાણથી મેપ્સનો ઝડપથી વિકાસ કરવામાં આવી શકશે અને આશરે 4 હજાર રોજગારની નવી તકો સર્જાશે. 

પૈક્ટેરા ટેક્નોલોજીના કાર્યાલય પર ઉદ્ધાટન
બીજી તરફ જયેશ રંજને અહીં ભારતમાં પૈક્ટેરા ટેક્નોલોજીજ પહેલા કાર્યાલયનું પણ ઉદ્ધાટન કર્યું. પૈક્ટેરા ટેક્નોલોજીના આ હૈદરાબાદના કાર્યાલયમાં પહેલા તબક્કામાં 150 લોકો બેસી શકશે. બીજા તબક્કામાં તેની ક્ષમતા વધારીને 300 કરી દેવામાં આવશે.