નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ અને સરસિયા તેલના ભાવમાં ઘટાડા બાદ આમ જનતા માટે વધુ એક રાહતના સમાચાર છે. જોકે આકાશને આંબી રહેલા દાળના ભાવમાં થોડો ઘટાડો થયો છે. થોડા મહિના સુધી તુવરની દાળનો જથ્થાબંધ ભાવ 95 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. હવે તે તુવરની દાળનો જથ્થાબંધ ભાવ ઘટીને 72 થી 75 રૂપિયા કિલો થઇ ગયો છે. એટલે કે ભાવમાં લગભગ 12 થી 15 કરવામાં આવ્યો છે. ભાવમાં ઘટાડાના લીધે એમપી અને મહારાષ્ટ્રથી દાળની આવક પ્રયાગરાજના જથ્થાબંધ બજાર મુટ્ટીગંજ માર્કેટમાં વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છૂટક ભાવમાં પણ થશે ઘટાડો
જાણકારોનું માનવું છે કે જથ્થાબંધ માર્કેટમાં અડદની દાળના ભાવમાં લગભગ 12 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા બાદ હવે છૂટક વેચાણમાં આ દાળની કિંમતમાં ઘટાડો આવશે. તેનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે. ખાસકરીને ગૃહિણી માટે આ સમાચાર કોઇ ભેટની ઓછા નથી. 


યુપીના માર્કેટમાં ઓછા થશે ભાવ
દૈનિક જાગરણમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર તુવરની દાળના ભાવમાં ઘટાડો થતાં એમપી અને મહારાષ્ટ્રથી દાળને આવક ઝડપી બનશે. અત્યારે તુવરની દાળ 90 થી 95 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જેના ભાવ હજુ પણ ઓછા થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કરિયાણાના વેપારીઓનું પણ કહેવું છે કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં દાળનો પાક તૈયાર થઇ જતાં આવક વધી ગઇ છે, જેથી ભાવમાં ખૂબ ઘટાડો આવી શકે છે. 

Vi નો જોરદાર Plan! દરરોજ મળશે 4GB ઇન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ અને આટલા Benefits


આ મોરચા પર પણ યુપીમાં રાહત
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો યુપી (Uttar Pradesh) માં સરસિયાનું તેલ 5 થી 10 રૂપિયા સુધી પ્રતિ લીટર સુધી સસ્તું થઇ જશે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડા બાદ આમ જનતાને રાહત મળી છે. 


શું છે નવો રેટ?
બરેલીના થોક બજારમાં સરસિયાનું તેલ 168 રૂપિયા પ્રતિ લીટર છે એટલે કે દરેક ટીમાં 50 થી 60 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જ્યારે રિટેલમાં તેલ 175 થી 180 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube