નવી દિલ્હી: જરા કલ્પના કરો કે તમારા પતિ જ્યાં કામ કરે છે ત્યાંથી તમારા બેંક ખાતામાં પગાર પહોંચે તો કેવું લાગશે. વિચારીને મજા આવી હશે. મન ખુશ થઈ રહ્યું છે, પણ મન કહે છે કે આવું થવાનું નથી. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ સમાચાર એકદમ સાચા છે. તમારા પતિ ઓફિસમાં કામ કરશે અને ઘરે બેસીને પગાર તમારા ખાતામાં આવશે. આ કંપનીએ એવી શરૂઆત કરી છે, જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. કંપનીએ નિર્ણય કર્યો કે તે કર્મચારીઓની સાથે તેમની પત્નીઓને પણ પગાર ચૂકવશે. આ કંપનીની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ, કારણ કે 25 વર્ષ પૂરા થવા પર આ કંપનીના બોસે પોતાના કર્મચારીઓને 30 કરોડ રૂપિયાની ભેટ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીઓની પત્નીઓને ભેટ
યૂએઈના શારજાહમાં રહેતા ભારતીય બિઝનેસમેન સોહન રોય (Sohan Roy)એ એક અલગ પહલ શરૂ કરી દીધી છે. વર્ષ 2021માં તેમણે પહેલ કરી. તેમણે કર્મચારીઓની પત્નીઓને પણ પગાર આપવાનો નિર્ણય કર્યો હતો. જે કર્મચારીઓની પત્નીઓ ગૃહિણી છે અથવા કોઈ કામ કરતી નથી તેમને પગાર ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. કેટલો પગાર મળશે તેની એક ફોર્મ્યુલા પણ બનાવવામાં આવી છે. કર્મચારીઓના ટેક હોમ સેલેરીમાંથી 25 ટકા તેમની પત્નીઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ લાભ એવા કર્મચારીઓને મળશે જેમણે કંપનીમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે. કંપનીના CEO સોહન રોયે કહ્યું કે પતિ જે કમાય છે તેનો 25 ટકા હિસ્સો પત્નીઓને જાય છે. કોરોના રોગચાળા દરમિયાન, કંપનીએ તેના કર્મચારીઓ તેમજ તેમની પત્નીઓને પગાર ચૂકવવાનું નક્કી કર્યું હતું. ખલીજ ટાઈમ્સના સમાચાર અનુસાર, કંપની મેનેજમેન્ટે તેના કર્મચારીઓની પત્નીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે જેઓ નોકરી કરતા નથી. તેમણે આવી ગૃહિણીઓને નિયમિત પગાર આપવાનું નક્કી કર્યું છે.


આ પણ વાંચોઃ રોકેટ બની ગયો આ શેર, 217% વધી ચુક્યો છે ભાવ, એક્સપર્ટે કહ્યું- 350 રૂપિયા સુધી જશે


કર્મચારીઓને 30 કરોડની ભેટ
એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝ (Aries Group of Companies) ના સીઈઓ સોહન રોયની કંપનીના 25 વર્ષ પૂરા કર્યા. કંપનીએ આ ખાસ પ્રસંગને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો. કંપનીના સીઈઓ સોહન રોયે પોતાના કર્મચારીઓ માટે સિલ્વર જ્યુબેલી ગિફ્ટની જાહેરાત કરી. ઇન્ક્રીમેન્ટ અને ઇન્સેટિવ સિવાય કર્મચારીઓને કંપનીની 25મી એનિવર્સરી પર ખાસ ભેટ આપવામાં આવી. 


30 કરોડની ભેટ
કંપનીએ 'સિલ્વર જ્યુબિલી ગિફ્ટ' તરીકે તેના કર્મચારીઓને 30 કરોડ રોકડ તેમજ ઇન્ક્રીમેન્ટ આપ્યા છે. આ ઉપરાંત કર્મચારીઓ સિવાય તેમના પરિવારના સભ્યો એટલે કે માતા-પિતા, પત્ની અને બાળકો માટે વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. Aries ગ્રુપ ઓફ કંપનીઝના CEO સોહન રોય માટે આ પહેલી વાર નથી. આ પહેલા પણ તે કર્મચારીઓના પરિવાર માટે આવું કરી ચુક્યા છે.


આ પણ વાંચોઃ સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત


કોણ છે સોહન રોય
સોહન રોય એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ છે. મૂળ રૂપથી ભારતીય સોહન રોયની કંપનીનું હેડક્વાર્ટર યૂએઈમાં છે. મરીન એન્જિનિયર રહેલા સોહન રોયે આ કંપનીની શરૂઆત કરી. તેમણે 1998માં એરીઝ મરીન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસની શરૂઆત કરી. બિઝનેસની સાથે-સાથે તે ફિલ્મ પ્રોડક્શનથી જોડાયેલા રહે છે. તેમની કંપનીમાં 2200થી વધુ કર્મચારી છે. તેમનો કારોબાર 25 દેશોમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube