Gold-Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત

સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે પાછલા કારોબારી દિવસ સોમવારની તુલનામાં મંહળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આવો જાણીએ 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ... 
 

Gold-Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત

નવી દિલ્હીઃ ભારતીય સોની બજારમાં આજે (મંગળવાર) 23 મે, 2023ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીનો ભાવ 71 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળું 24 કેરેટ સોનાની કિંમત 60450 રૂપિયા છે. તો ચાંદીની કિંમત 71568 રૂપિયા છે. 

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  (India Bullion And Jewellers Association)પ્રમાણે પાછલા કારોબારી દિવસ સોમવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 60829 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે મંગળવારે સવારે 60450 રૂપિયા પર પબોંચી ગયું હતું. આ રીતે શુદ્ધતાના આધાર પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 

આજે શું છે સોના-ચાંદીની કિંમત?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 60208 રૂપિયા પર પહોંચી ગયો છે. તો 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 55372 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય 750 પ્યોરિટી સોનાનો ભાવ 45338 પર આવી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 35363 રૂપિયા થઈ ગયો છે. તો 999 પ્યોરિટી ચાંદીની એક કિલોની કિંમત 71568 રૂપિયા થઈ ગઈ છે. 

Today Gold Price Updates

                         શુદ્ધતા    સોમવારે સાંજનો ભાવ    મંગળવારનો ભાવ ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ)    999         60829    60450    379 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    995         60585    60208    377 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    916         55719    55372    347 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    750         45622    45338    284 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    585         35585    35363    222 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    999         72521    71568    953 રૂપિયા સસ્તી

મિસ્ડકોલથી જાણો સોનાની નવી કિંમત
ભારતીય સોની બજારમાં ચાલી રહેલા સોના-ચાંદીના ભાવ તમે ઘરે બેસીને પણ જાણી શકો છો. તમે 7955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. ત્યારબાદ તમને એસએમએસ દ્વારા નવા ભાવ જાણવા મળી જશે. આ સિવાય તમે www.ibja.co પર સોના ચાંદીના ભાવ જાણી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news