Coronavirus Impact: Emergency માં આ રીતે કરો પૈસાની વ્યવસ્થા, તાત્કાલિક એકાઉન્ટમાં આવી જશે રકમ
દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરે આપણી સામે નવા પડકારો ઉભા કરી દીધા છે. એવામાં જો અચાનક પૈસાની જરૂર પડે તો શું કરશો. ગત વખતે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો લોકોએ જરૂરીયાતો પુરી કરવા માટે પોતાની બચતને વાપરી દીધી હતી.
નવી દિલ્હી: Emergency Loan In Corona Time: દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરે આપણી સામે નવા પડકારો ઉભા કરી દીધા છે. એવામાં જો અચાનક પૈસાની જરૂર પડે તો શું કરશો. ગત વખતે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો લોકોએ જરૂરીયાતો પુરી કરવા માટે પોતાની બચતને વાપરી દીધી હતી. એટલા માટે એક્સપર્ટ હંમેશા સલાહ આપે છે કે તમે એક Contingency Fund બનાવીને રાખો, જોકે તમારી 6 મહિનાની સેલરીના બરાબર હોવું જોઇએ.
ઇમરજન્સીમાં ગભરાશો નહી, આ રીતે મળશે લોન
મુશ્કેલી બેલ વગાડીને આવતી નથી, મેડિકલ ઇમજન્સી તમારી તમામ બચત ચપટીમાં સફાચટ્ટ કરી દેશે. અહીં તમને ડરાવવાનો હેતું નથી. પરંતુ ભવિષ્યના પડકારો માટે પહેલાંથી જ તૈયાર કરવાનો છે. તેમછતાં જો એવી કોઇ ઇમરજન્સી આવી જાય તો ગભરાશો નહી, અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કેટલીક એવી રીત જેના માધ્યમથી તમે પૈસાની વ્યવસ્થા કરી શકો છો.
Loan Offers ના નામે થઇ રહી છે છેતરપિંડી! SBI એ આપી ચેતાવણી, ભૂલથી પણ આ ભૂલ કરશો નહી
1. FD પર લોન
જો તમે કોઇ ફિક્સ્ડ ડિપોઝિટ કરી રાખી છે તો તમે તેને ગિરવે મુકી કોઇપણ ઇમરજન્સી લોન લઇ શકો છો. તમે ડિપોઝિટ લોનના 90 થી 95 ટકા લોન લઇ શકો છો. આ તમારી અચાનક આવેલી જરૂરિયાતોને પુરી કરવા માટે સૌથી સારી રીત ગણવામાં આવે છે, તેમાં તમારે FD તોડવાની જરૂર નથી. તેમાં માર્જિન એમાઉન્ટ પણ ખૂબ ઓછી હોય છે. સામાન્ય રીતે આવી લોન પર બેંક FD રેટ કરતાં 2 ટકા વધુ વસૂલે છે.
2. શેર મ્યૂચુઅલ ફંડ્સ પર લોન
જો તમે શેરમાં પૈસા રોકો છો અથવા પછી મ્યુચુઅલ ફંડસ ખરીદી રહ્યા છે. તો તમે તેના પર પણ લોન લઇ શકો છો. તમારે શેર વેચવા અથવા મ્યુચુઅલ ફંડસને વેચવાની જરૂર છે. બેંક સામાન્ય રીતે શેર અને મ્યુચુઅલ ફંડની કુલ વેલ્યૂના 50 ટકા સુધી લોન મળી જાય છે. જેમકે જો તમારા શેરોની કુલ વેલ્યૂ 10 લાખ છે, તો 5 લાખની લોન તમને સરળતાથી મળી જશે. પરંતુ તેના પર વ્યાજ પર્સનલ લોનના આધારે જ લેવામાં આવે છે.
સરકારના મોઢે મોટો તમાચો - હોસ્પિટલમાં બેડ ન હોવાથી દર્દી ઘરેથી ખાટલો લઈ આવ્યા
3. પ્રી-એપ્રૂવ્ડ લોન
તમે જોયું હશે કે તમારા જે એકાઉન્ટમાં સેલરી આવે છે તેમાં પ્રી-એપ્રૂવ્ડ લોનની ઓફર હોય છે. બેંક્સ સામાન્ય રીતે તમને સેલરી એકાઉન્ટ હોલ્ડર્સને પ્રી એપ્રૂવ્ડ લોન ઓફર કરે છે. તમે ઇચ્છો તો ઇમરજન્સીમાં તેને લઇ શકો છો. બેંક તેના પર ઓછું વ્યાજ લે છે, પ્રોસેસિંગ ખૂબ ઝડપી થાય છે. કારણ કે બેંકને તમારી સેવિંગ્સ, ક્રેડિટ હિસ્ટ્રી વિશે ખબર હોય છે એટલા માટે ડોક્યૂમેંટની પણ વધુ મગજમારી રહેતી નથી, પૈસ તાત્કાલિક એકાઉન્ટમાં આવી જાય છે.
4. ગોલ્ડ લોન
જો તમારા ઘરમાં સોનાના દાગીના પડ્યા છે અને બીજું કંઇ જે તમે ગિરવે મુકી શકો છો તો તમને લોન ખૂબ સરળતાથી મળી શકે છે, ઘણીવાર તો આવી લોન કલાકોમાં જ મળી જાય છે. તેના પર વ્યાજ પણ પર્સનલ લોનના મુકાબલે ખૂબ ઓછું હોય છે, કારણ કે સિક્યોર્ડ લોનની શ્રેણીમાં આવે છે. બેંક્સ લોન પ્રીપેમેન્ટ પર ફ્લેક્સિબલ ઓપ્શન પણ આપે છે. ગોલ્ડ વેલ્યૂના 90 ટકા સુધી તમે લોન મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube